________________
જૈન દર્શન જળ, અન્ન તે શરીરયાત્રાર્થ જોઈએ જ છે; જીવનયાત્રા યા સુખશાન્તિ માટે એ પ્રકારના ખાદ્ય પદાર્થો કે સાધને અવશ્ય અપેક્ષિત છે; તથાપિ તેમની (તે પદાર્થો કે તે સાધનની ) તંગ હાલતમાં પણ, તાત્વિક (સાચી) સમજ અને તેણે બક્ષેલી સંતેષલક્ષમી જેણે સંપાદન કરી છે તે સત્ત્વશાલી મનુષ્ય પિતાના ચિત્ત કે આત્માને સ્વસ્થ રાખી શકે છે અને પિતાના અન્તર્વિકાસને મંદ પડવા દેતા નથી.
સામાન્યતઃ આ જિંદગીમાં અને આ દુનિયામાં સુખી થઈ શકાય છે, સુખે રહી શકાય છે-જે આપણે આપણી પોતાની પાસે જે હોય તેનાથી સંતુષ્ટ રહીએ અને જરૂરી ચીજો ન્યાયના રસ્તે
+ છાસ્થ મુનિ ઋષભદેવનું ચિંતન– प्रदीपा इव तैलेन पादपा इव वारिणा । आहारेणैव वर्तन्ते शरीराणि शरीरिणाम् ।। २३९ ।। अद्यापि यदि वाऽऽहारमतिक्रान्तदिनेष्विव । नगृहणाम्यभिग्रहाय किन्तूत्तिष्ठे पुनर्यदि ॥ २४१ ।। अमी सहस्त्राश्चत्वार इवाऽभोजनपीडिता । तदाभङ्ग ग्रहीष्यन्ति भाविनो मुनयोऽपरे ॥ २४२ ।। स्वामी मनसिकृत्यव भिक्षार्थ चलितस्ततः ।
–હેમ–ત્રિષષ્ટિ, ૧ પર્વ, ૩ સર્ગ. અર્થાત્ શરીરધારીઓના શરીર, જેમ તેલથી દીપક અને પાણીથી વૃક્ષ, તેમ આહારથી વર્તે છે. આજ વર્ષ દહાડા સુધી ભજન વગર ચલાવ્યું તો હજી પણ જે આહાર ગ્રહણ નકરું અને અભિગ્રહનિષ્ઠ બનું તે પેલા ચાર હજાર મુનિઓની જે દશા થઈ અર્થાત તેઓ જેમ ભૂખથી પીડાઈ વતભગ્ન થયા, તેમ ભવિષ્યના મુનિઓ પણ ભજન ન મળવાથી ભૂખથી પીડાઈ વ્રતભગ્ન થશે. આમ વિચારીને ઋષભદેવ શિક્ષા માટે ચાલ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org