________________
દ્વિતીય ખંડ
* ૯૫ : ૧૪ અગી કેવલી છે. અગી એટલે સર્વવ્યાપારરહિતસર્વ ક્રિયારહિત. કેવલી અગી થતાં જ એનું શરીર છૂટી જાય છે અને એ પરમ આત્મા અમૂર્ત, અરૂપી, કેવલજ્યોતિ સ્વરૂપ પરમ કૈવલ્યધામને પ્રાપ્ત થાય છે.
અધ્યાત્મદ્રષ્ટિ પણ આ પ્રસંગે સંક્ષેપમાં ચિંતવી લઈએ.
અધ્યાત્મ
સંસારની ગહન ગતિ છે. જગતમાં સુખી જીવેના કરતાં દુઃખી જીનું ક્ષેત્ર બહુ મોટું છે. આધિ-વ્યાધિ-શેક–સંતાપથી સમસ્ત જગત્ સન્તપ્ત છે. સુખનાં અનેકાનેક સાધને જુદ હોય તે પણ મહ અને સત્તાપનાં દર્દો મટી શકતાં નથી. ધન વગેરે મળવા છતાં દુઃખને સંગ ખસી શકતું નથી. દુઃખનાં મૂળ વસ્તુતઃ-કામ, ક્રોધ, લેભ, અભિમાન, ઈર્ષા, દ્વેષ આદિ માનસિક વિકારદમાં રહ્યાં છે. મેહવાસનાની દુનિયા એ જ દુખીઆરે સંસાર છે.
સુખ-દુઃખને તમામ આધાર મનવૃત્તિ ઉપર છે. મેટ ધનાઢ્ય મનુષ્ય પણ લેભના ચક્કરમાં ફસાવાથી અથવા પ્રકૃતિના કાપપ્પષને લીધે દુઃખી રહ્યા કરે છે, જ્યારે નિર્ધન મનુષ્ય પણ વિવેકસંપાદિત સંતોષવૃત્તિના પ્રભાવે મન ઉપર ઉદ્વેગ નહિ રાખતે હેવાથી સુખી રહે છે. સુખદુઃખની ભાવનાનાં વહેણ મનવૃત્તિના વિચિત્ર ચક્કર પ્રમાણે ફરતાં રહે છે. મનની આ વિચિત્ર ચંચલ સ્થિતિમાં જ દુઃખનાં મૂળ રહેલાં છે. બેશક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org