________________
જૈન દર્શન
શક્ષાણિતથી થરથાએ થીમ
કર્મનિર્જરા જીવ મેક્ષાભિમુખ થયા પછી થાય છે. ખરી મેક્ષાભિમુખતા સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિથી શરૂ થાય છે, અને તે મેક્ષસાધન વિકાસ વધતે વધતે “જિન” અવસ્થાએ પૂર્ણ થાય છે. સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિથી માંડી “જિન” અવસ્થા સુધીમાં થતી અન્તવિકાસગતિના પૂલ દૃષ્ટિએ દશ વિભાગે બતાવવામાં આવ્યા છે. એમાં ઉત્તરોત્તર પરિણામની વિશુદ્ધિ ચઢતી જતી હોય છે. પરિણામની વિશુદ્ધિ જેટલી વધારે, કર્મનિર્જરા પણ તેટલી વધારે. એટલે પૂર્વ પૂર્વ અવસ્થા કરતાં ઉત્તર ઉત્તર અવસ્થામાં પરિણામવિશુદ્ધિની અધિકતાને લીધે અસંખ્યાતગણી કર્મનિર્જરા વધતી જાય છે. આ રીતે વધતાં વધતાં છેવટે જિન (સર્વજ્ઞ) અવસ્થામાં નિર્જરાનું પ્રમાણ સહુથી વધારે થઈ જાય છે. એ દશ અવસ્થાઓ આ છે:
૧ મિથ્યાત્વ ટળતાં સમ્યક્ત્વ પ્રગટે તે સમ્યગ્દષ્ટિ. ૨ જેમાં દેશવિરતિ પ્રગટે તે ઉપાસક. ૩ જેમાં સર્વવિરતિ પ્રગટે તે વિરત. ૪ જેમાં “અનંતાનુબંધી” કષાયોને વિલય કરવા જેટલી વિશુદ્ધિ પ્રગટે તે અવન્તવિયેજક, ૫ જેમાં દર્શન મેહને ક્ષય કરવાની વિશુદ્ધિ પ્રગટે તે દર્શન મેહક્ષપક. ૬ જે અવસ્થામાં ચારિત્રમેહની પ્રકૃતિઓને ઉપશમ ચાલતું હોય તે ઉપશામક. ૭ જે અવસ્થામાં એ ઉપશમ પૂર્ણ થાય તે ઉપશાન્ત. ૮ જે અવસ્થામાં ચારિત્રમેહની પ્રકૃતિઓને ક્ષય ચાલતું હોય તે ક્ષપક. ૯ જે અવસ્થામાં એ ક્ષય પૂર્ણ સિદ્ધ થાય તે ક્ષીણમેહ. ૧૦ જેમાં જિનપણું [ સર્વજ્ઞપણું] પ્રગટે તે જિન. - જિન કેવળી પરમાત્મા પિતાના આયુષ્યના અંત વખતે ઈ મરણ સમયે ] પિતાના શરીરાદિના તમામ વ્યાપારને નિરોધ કરે છે, એ નિરોધની પૂર્ણ અવસ્થાનું ગુણસ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org