________________
જૈન દર્શનનું આ સ્વરૂપ સંસકૃત-પ્રાકૃત ભાષાના ગ્રંથમાં તે ઘણા વિસ્તારથી વર્ણવેલું છે. પરંતુ તે તે તે તે ભાષાના વિદ્વાનને જ ઉપમેગી થઈ શકે. સામાન્ય માનવ, આજના બુદ્ધિગને અને વિજ્ઞાનયુગને માનવ પોતાની ભાષામાં સહેલાઈથી સમજી શકે એવી રીતે લખાયેલા પુસ્તકની ખાસ જરૂર હતી. સ્વ. મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજે ગુજરાતી ભાષામાં આ રીતે વિસ્તૃત જૈન દર્શન પુસ્તક લખીને જૈનઅજૈન જિજ્ઞાસુઓ ઉપર મહાન ઉપકાર કર્યો છે. આ પુસ્તકની આજ સુધીમાં અનેક અનેક આવૃત્તિઓ છપાઈ ગઈ છે એ તેની ઘણી ઘણી લોકોપયોગિતા પુરવાર કરે છે.
શ્રી શંખેશ્વરજી તીર્થ પાસે માંડલ ગામ એ સ્વ. મુનિરાજશ્રી ન્યાયવિજયજી મહારાજની જન્મભૂમિ. મારા અનંત ઉપકારી પરમ પૂજ્ય પિતાશ્રી અને ગુરૂદેવ મુનિરાજ શ્રી ભુવન વિજયજી મહારાજની પણ માંડલ જ જન્મભૂમિ. એ કારણે પૂજ્ય મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજને મારા ઉપર ઘણે નેહ હતું. મારા પિતાશ્રી કરતાં એ ઉંમરમાં ડાં મોટા હતા. મારા પિતાશ્રીએ નાની ઉંમરમાં તેમની ઉત્કટ જ્ઞાન ઉપસના વિષે જે જોયેલું અને સાંભળેલું તે મને ઘણીવાર કહેલું હતું. ઘણા વર્ષો પછી પાટણમાં મહાલક્ષમીમાતાના પાડાના જૈન ઉપાશ્રયમાં તેમને મળવાને માટે સર્વ પ્રથમ પ્રસંગ આવ્યે હતું. તે પછી તે ઘણું ઘણીવાર મળવાનું થયું હતું. કેટલીક બાબતમાં અમારે વિચારભેદ હતું જ. છતાં તેમની સરળતા, નિખાલસતા અને વિદ્વત્તાની મારા મન ઉપર ઘણું ઊંડી છાપ પડી હતી. તેઓ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પ્રકાંડ વિદ્વાન તથા ઉત્તમ કવિ હતા. પાછલી ઉંમરને તેમને ઝોક પ્રભુભક્તિ તરફ વિશેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org