________________
એક વસ્તુનાં અનેક પાસાં હોય છે. ભિન્નભિન્ન પાસાંને તટસ્થ વૃત્તિથી જોવાની દૃષ્ટિને નય કહેવામાં આવે છે. આ નયષ્ટિ એ અનેકાંતષ્ટિના જ ભાગ છે. નયદૃષ્ટિએ વિચારવાથી ભિન્નભિન્ન વિચારધારામાં રહેલા ઘણા ઘણા સત્ય અંશાનુ સાપેક્ષભાવે દર્શન થાય છે. તેથી વિચારોમાં વિશાળતા, ઉદારતા અને બીજાએમાં રહેલા શુભ તત્ત્વા પ્રત્યે આદરભાવ અને પ્રમેાદભાવ પ્રગટ થાય છે,
કેટલાક એમ માને છે કે જૈના ઈશ્વરને માનતા નથી, પરંતુ ખરેખર આ એક માટી ભ્રાંતિજ છે. જૈનેા નયદૃષ્ટિએ ઇશ્વરને સારી રીતે માને જ છે. જૈનેનું સમગ્ર ઉપાસના સાહિત્ય અને જૈનેને સમગ્ર આરાધનામાર્ગ પ્રભુભક્તિથી ભરેલાં છે. પરમાત્માને અનુગ્રહ અને પરમાત્માનું યાગક્ષેમકારત્વ જૈનગ્રંથમાં ખૂબ સુંદર રીતે વણુ વેલાં છે.
પરમાત્માનું સ્વરૂપ ખરેખર તે અનુભવગમ્ય છે. યાગીશ્વર મહાત્મા શ્રી આનંદઘનજી મહારાજે શિવ, શકર, જગદીશ્વર, જિન, અરિહંત, તીર્થંકર, વિધિ ( બ્રહ્મા ) આદિ અનેક નામેાથી પરમાત્માની સ્તુતિ કરીને શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં અતે કહ્યું છે કે—
· એમ અનેક અભિધા ધરે, અનુભવગમ્ય વિચાર; લલના૦ જે જાણે તેહને કરે, આનંદઘન અવતાર. લલના॰ શ્રી સુપાસન્જિન વીએ ”
મહાન્ જૈન આચાર્ય શ્રી સિદ્ધસેનસૂરિજીએ પણ તેમણે રચેલી વમાન દ્વાત્રિંશિકામાં વિવિધ નામેાથી પરમાત્માની સ્તુતિ કરીને દરેક શ્લોકાના અતમાં
स एकः परात्मा गतिमें जिनेन्द्रः । આ શબ્દોથી પરમાત્માના ચરણામાં શરણાગતિ સ્વીકારી છે. જૈન દર્શનની આ વિશાળતા, ઉદારતા અને સગ્રાહ્યતા છે,
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org