________________
અહિંસાને જીવનમાં સિદ્ધ કરવા માટે સર્વ જીવે ઉપર આમતુલ્યત્વની દષ્ટિ અત્યંત આવશ્યક છે. મનુષ્ય જેમ પોતાના હિતને વિચાર કરે છે તેમ બીજાના પણ હિતને વિચાર કરવાની દષ્ટિ તેનામાં પ્રગટ થાય તે જ જીવનમાં અહિંસા સાચા સ્વરૂપે આવી શકે છે.
આ અહિંસા અને આત્મતુલ્યત્વની ભાવનાને કેન્દ્રમાં રાખીને જ ભિન્ન ભિન્ન ભૂમિકાના જીવાને ઉપયેગી થઈ શકે એ રીતે વિવિધ આચારો અને વિચારે તથા યમ અને નિયમે જૈન દર્શનમાં બતાવેલા છે.
વિચારમાં અહિંસા આવે તે જ આચારમાં પણ સાચી અહિંસા આવી શકે. મનુષ્યની પ્રકૃતિમાં માનની–અહંકારની મુખ્યતા રહેલી હોય છે. જ્યાં અહંકાર છે ત્યાં અંધકાર છવાઈ જાય છે. એટલે સામાન્ય રીતે દરેક મનુષ્ય પોતાની જ વાતને સાચી માનવા તથા સાચી ડરાવવા પ્રયત્નશીલ હોય છે. બીજાની વિચારધારામાં રહેલા સત્ય અંશને અહંકારી મનુષ્ય જોઈ શકો જ નથી. તેથી વિચારોને અને વાણીને સંઘર્ષ આ જગતમાં સર્વત્ર ચાલ્યા જ કરે છે. આ સંઘર્ષમાંથી ઘણું વરે, કલહ અને વિગ્રહ જન્મે છે. અને છેવટે ઘેર અતિઘેર હિંસાના સ્વરૂપમાં એ પરિણમે છે. આ અહંકારપ્રધાન એકાંત આગ્રહી સુદ્રદષ્ટિ દૂર થાય તે જ ધર્મથી જીવનમાં સાચું રાખ અને શાતિ પ્રાપ્ત થાય. આ અહંકારપ્રધાન એકાંત આગ્રહ શુદ્રદષ્ટિમાંથી જગતને ઉદ્ધાર કરવા માટે જ તીર્થંકર પરમાત્માએ અનેકાંત દષ્ટિની અને સ્યાદ્વાદની જગતને મહાનમાં મહાન ભેટ આપી છે. જ્યારે મનુષ્ય બીજાના વિચારોમાં રહેલા સત્ય અને જોતાં, સ્વીકારતાં અને બોલતાં શીખે છે ત્યારે જીવનના ઘણા ક્ષેત્રમાંથી સંઘર્ષો અને કલેશને અંત આવી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org