________________
દ્વિતીય ખંડ
: ૮૯ : રહે છે. દેહાદિની ક્રિયા હોવાને લીધે શરીરધારી કેવલી સોગ. કેવલી કહેવાય છે.
ગુણસ્થાન સમારોહ સંબંધી મહત્વની પ્રક્રિયા ઉપર જરા દષ્ટિપાત કરી લે અહીં પ્રાસંગિક છે.
સાતમા ગુણસ્થાનકે પહોંચેલ પ્રગતિશીલ વીર્યવાન સાધકની આન્તરિક સાધના અત્યન્ત સૂક્ષ્મ બની પ્રખર પ્રગતિ કરવા માંડે છે અને ક્ષણમાત્રમાં વિરામભૂમિએ પહોંચે છે. તે બાબત નીચે પ્રમાણે છે.
સમગ્ર કર્મચક્રમાં સરદારી ધરાવતું કર્મ “મેહનીય કમ છે. તેના દર્શન મેહનીય અને ચારિત્રમોહનીય એમ બે ભેદો અગાઉ બતાવવામાં આવ્યા છે, અને ત્યાં જણાવ્યું છે કે દર્શન” એટલે દષ્ટિ, અર્થાત્ તાત્તિવક સાચી સમજ અથવા કલ્યાણભૂત તત્વશ્રદ્ધા, તેને અટકાવે તે દર્શન મેહનીય; અને ચારિત્રને અટકાવે તે ચારિત્રમેહનીય. જે જીવનને જે અન્તમુહૂર્તમાં દર્શન મેહનીયનાં અર્થાત્ મિથ્યાત્વનાં પુદ્ગલેને ઉદય એટલા વખત પૂરતે અટકી જાય તે જીવનું તે અન્તર્મુહૂર્ત સમ્યક્ત્વસંપન્ન બને છે, અને તે સમ્યકત્વ “ઉપશમ સમ્યકત્વ છે. એ સમ્યક્ત્વના અજવાળામાં જીવ એ સમ્યક્ત્વના અન્તર્મુહૂર્ત પ્રમાણુકાળ પછી ઉદયમાં આવનારા દર્શન મેહનીય ( મિથ્યાત્વમેહનીય)નાં પુદ્ગલેને સંશાધવાનું કામ કરે છે. એ કરતાં જેટલા પુદ્ગલેનું માલિન્ય દૂર થઈ તે પુદ્ગલે શુદ્ધ બને છે તેટલાં પુદ્ગલના પુંજને “સમ્યક્ત્વમેહનીય” કહેવામાં આવે છે અને એ (મિથ્યાત્વમેહનીયનાં) પુદ્ગલેને જે ભાગ શુદ્ધાશુદ્ધ મિશ્ર હાલતમાં રહે છે તે પુંજ “મિશ્રમેહનીય કહેવાય છે, અને જે ભાગ એ ને એ અશુદ્ધ રહે છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org