________________
: ૮૮:
જૈન દર્શન અહીં ઉપશમ અને ક્ષયમાં ફરક સમજી લઈએ. સામાન્ય રીતે એમ સમજુતી અપાય કે આગ પર પાણી નાખી તેને હેલવી નાખવી એ “ક્ષય અને રાખ નાખી તેને ઢાંકી દેવી એ
ઉપશમ”. મોહને સર્વથા ઉપશમ થયે હોય, છતાં પુનઃ મેહને પ્રાદુર્ભાવ થયા વગર રહેતું નથી. જેમ પાણીના વાસણમાં પાણુની રજ બધી તળીયે બેસી જાય છે, ત્યારે તે પાણી સ્વચ્છ દેખાય છે, તેમ મેહનાં રજકણો–મેહને તમામ પુંજ ઉદિત થતાં અટકી જઈ આત્મપ્રદેશોમાં જ્યારે અન્ડનિંગૂઢપણે બિકુલ સ્થિર થઈ જાય છે, ત્યારે આત્માના પ્રદેશે સ્વચ્છ જેવા બને છે. પરંતુ આ સ્વચ્છતા કેટલા વખતની? પેલા પાણીની નીચે બેસી ગયેલાં રજકણે થડી વારમાં પાન જરા માત્ર હલનચલનકિયાની અસર લાગવાથી જેમ તમામ પાણીમાં પ્રસરી જાય છે, તેમ ઉપશાન્ત થયેલ મેહપુંજ થેડી વારમાં પુનઃ ઉદયમાં પ્રાપ્ત થાય છે, અને એથી, જેમ ગુણશ્રેણમાં ચડવાનું થયું હતું તેમ પડવાનું થાય છે. મેહશમનના સાધકને ફરી પડવું જ પડે છે, જ્યારે મેહક્ષયને સાધક એકદમ “કેવલજ્ઞાન ને પ્રાપ્ત કરે છે. કેમકે મેહને ક્ષય થયા પછી ફરી તેને ઉદ્ભવ થતો નથી. બારમા ગુણસ્થાનમાં આમ ચિત્તાગની પરાકાષ્ઠાની શકલસમાધિ ઉપર આરૂઢ થઈ સમગ્ર મહાવરણ, સમગ્ર જ્ઞાનદર્શનવરણ અને સમગ્ર અંતરાયચક્રને વિધ્વસ્ત કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. એ કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં જ–
૧૩ સાગકેવલી ગુણસ્થાનની શરૂઆત થાય છે. આ ગુણસ્થાનના નામમાં જે “સગા” શબ્દ મુક્યો છે તેને અર્થ
ગવાળે” થાય છે. “ગવાળે” એટલે શરીર વગેરેના વ્યાપારવાળે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ શરીરધારીને ગમનાગમનને વ્યાપાર, બેલવાને વ્યાપાર વગેરે વ્યાપારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org