________________
જૈન દર્શન સાત્વિક તેજ પણ ધરાવતું હોય છે. એનામાં અનુકમ્યા અને બંધુભાવની વ્યાપક વૃત્તિ હોય છે.
૫ દેશવિરતિઃ સમ્યગ્દષ્ટિપૂર્વક, ગૃહસ્થ ધર્મનાં વ્રતનું રીતસર પાલન કરવું એ “દેશવિરતિ છે. સર્વથા નહિ, કિંતુ દેશતઃ અર્થાત્ અંશતઃ ચક્કસપણે પાપગથી વિરત થવું એ “દેશવિરતિ” શબ્દને અર્થ છે. દેશવિરતિ એટલે મર્યાદિત વિરતિ.
૬ પ્રમત્ત ગુણસ્થાન. મહાવ્રતધારી સાધુજીવનનું આ ગુણસ્થાન છે. પરંતુ અહીં સર્વવિરતિ હોવા છતાં પ્રમાદ હોય છે. ક્યારેક ક્યારેક કર્તવ્ય કાર્ય કરવાનું ઉપસ્થિત થવા છતાં આલસ્યાદિને લીધે જે અનાદરબુદ્ધિ પેદા થાય છે તે પ્રમાદ છે, પરંતુ જેમ ઉચિત માત્રામાં ઉચિત ભેજન લેવું એ પ્રમાદમાં ગણાતું નથી, તેમ જ ઉચિત નિદ્રા પ્રમાદમાં ગણાતી નથી, તેમ કષાય પણ મન્દ હાલતમાં હતાં અહીં પ્રમાદમાં ગણવામાં આવ્યું નથી, પણું તીવ્રતાને ધારણ કરે ત્યારે તે અહીં પ્રમાદમાં ગણવામાં આવ્યું છે. કેમકે એમ તે કષાદય આગળ સાતમામાં પણ છે, દશમા ગુણસ્થાન સુધી છે, પણ મંદ થતે જતે હાઈ “પ્રમાદ” કહેવાતું નથી.
૭ અપ્રમત્ત ગુણસ્થાનપ્રમાદમુક્ત મુનિવરનું આ સાતમું ગુણસ્થાન છે. સંયમી મનુષ્ય ઘણીવાર પ્રમત્ત અને અપ્રમત્ત અવસ્થામાં ઝેલાં ખાતે હોય છે. કર્તવ્યમાં ઉત્સાહ અને સાવ ધાની બન્યાં રહે એ અપ્રમત્ત અવસ્થા છે. એ અવસ્થામાં ચલિતપણું આવતાં થોડા વખતમાં પાછી પ્રમત્તતા આવી જાય છે.
૮ અપૂર્વકરણ. ચારિત્રમેહનીય કર્મને ઉપશમ યા ક્ષય કરવાને અપૂર્વ (પહેલાં નહિ પ્રાપ્ત થયેલે) અધ્યવસાય
* “કરણ” એટલે અધ્યવસાય-આત્મપરિણામ અથવા ક્રિયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org