________________
દ્વિતીય ખંડ
: ૮૫ ઃ સ્થિતિ હોય છે, અથવા સત્ અને અસત્ બેઉ તરફ ખેંચાનારી ચા બેઉ વિષે “સેળભેળ” જેવી શ્રદ્ધા હોય છે.
૪ અવિરતિ સમ્યગ્દષ્ટિઃ વિરતિ વિનાની સમ્યગ્દષ્ટિ (સભ્યફત્વ યા સમ્યગ્દર્શન) એ “અવિરતિ સમ્યગ્દષ્ટિ” શબ્દનો અર્થ છે. સમ્યકત્વને સ્પર્શ થતાં-ભવભ્રમણના કાળને છેડે નિયત થઈ જાય છે. આત્મવિકાસની મૂળ આધારભૂમિ આ ગુણસ્થાન છે. - મિથ્યાષ્ટિ અને સમ્યગ્દષ્ટિ એ બે વચ્ચે ફેર આ પ્રસંગે જરા જોઈ લઈએ. મિથ્યાષ્ટિમાં ધાર્મિક ભાવના નથી હોતી. બધા પ્રાણીઓ સાથે એક્તા યા સમાનતા અનુભવવાની સદ્વૃત્તિથી એ ખાલી હોય છે. અન્ય સાથે એને સંબંધ સ્વાર્થને કે બદલે લેવાને જ હોય છે. સમ્યગ્દષ્ટિ ધાર્મિક ભાવનાશીલ અને આત્મદષ્ટિવાળો હેય છે. આત્મકલ્યાણની દિશામાં એ યથાશક્તિ પ્રવર્તતે હોય છે. મારો આત્મા છે એ જ બીજાઓને આત્મા છે એવી તેની શ્રદ્ધા હોય છે. આસક્તિવશાત્ પોતાના સ્વાર્થ માટે બીજાના હિતને ઉપરોધ કરવા જેવું દુષ્કૃત્ય એ કદાચ કરે તે પણ એ અનુચિત છે એમ એના અન્તરાત્માને ડખ્યા કરે છે, એ માટે એને પશ્ચાત્તાપ થાય છે અને કામક્રોધાદિક દોષ અને પાપાચરણ ઓછાં થાય એવી એની મનેભાવના હોઈ
એ પ્રકારનું વલણ એ પિતાના ગજા મુજબ રાખતું હોય છે. મિથ્યાષ્ટિ, ધાર્મિક દૃષ્ટિએ જે પાપ ગણાતું હોય તેને પાપ સમજ નથી; ભૌતિક સુખ મેળવવા પાછળ મસ્ત હોવાથી એ માટે માર્ગ લેવામાં પુણ્ય-પાપને ભેદ એને ગ્રાહ્યા નથી; એ પાપમાર્ગને પાપમાગ ન સમજતાં “એમાં શું?” એવી સ્વાભાવિકતાથી ગ્રહણ કરે છે. મિયાદષ્ટિ કેઈનું ભલું કરતે હોય તે પણ સ્વાર્થ, પક્ષપાત કે કૃતજ્ઞતાના હિસાબે કરતે હોય છે, જ્યારે સમ્યગ્દષ્ટિ એ ઉપરાંત સ્વાર્પણભાવનાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org