________________
* ૮૨ :
જૈન દર્શન સપુરુષને અસપુરુષ અને અસપુરુષને સપુરુષ, કલ્યાણને અકલ્યાણ અને અકલ્યાણને કલ્યાણ, સન્માગને ઉન્માર્ગ અને ઉન્માર્ગને સન્માર્ગ એમ ઊંધું સમજવું એ અને ખાટાં રૂઢિ વહેમમાં માનવું એ પણ મિથ્યાત્વ છે. ટૂંકમાં, આત્મકલ્યાણ સાધનના માર્ગમાં કર્તવ્ય-અકર્તવ્ય વિષેના વિવેકને અભાવ તે ‘મિથ્યાત્વ” છે.
શ્રીહરિભદ્રાચાર્યે પોતાના બગદષ્ટિસમુચ્ચય' ગ્રંથમાં નિરૂપેલી ગની-મિત્રા, તારા, બેલા, દીપ્રા, સ્થિર, કાન્તા, પ્રભા અને પરા–એ આઠ દૃષ્ટિએમાં પહેલી “મિત્રા” દષ્ટિ કે જે દષ્ટિમાં ચિત્તની મૃદુતા, અદ્વૈષવૃત્તિ, અનુકંપા અને કલ્યાણસાધનની સ્પૃહા જેવા પ્રાથમિક સદ્ગુણે પ્રગટે છે તે દષ્ટિની (મિત્રીલક્ષણું “મિત્રા” દષ્ટિની) પ્રાપ્તિ થવામાં પહેલું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે, એમ એ આચાર્ય મહારાજ જણાવે છે. આમ પ્રથમ ગુણસ્થાન કલ્યાણકારક સગુણની પ્રકટીકરણની (પ્રાથમિક) ભ્રમિરૂપ છતાં તેને “મિથ્યાત્વ” નામથી નિદેશવું એનું કારણ એ છે કે તે ભૂમિકાએ યથાર્થ “સમ્યગ્દર્શન” પ્રગટ થયેલું હતું નથી. એ ગુણસ્થાનમાં સમ્યગ્દર્શનની ભૂમિએ પહોંચવાના માર્ગ રૂપ સદૂગુણે પ્રગટતા હોવાથી એ અવસ્થાનું “મિથ્યાત્વ” તીવ્ર હોતું નથી. છતાં મન્દ પણ મિથ્યાત્વ વર્તતું હોવાને કારણે એ (પ્રથમ) ગુણસ્થાનને “મિથ્યાત્વ” નામથી જણાવવામાં આવ્યું છે, અને સાથે જ, સમ્યગ્દર્શન તરફ લઈ જનારા સગુણેનું પ્રકટીકરણ થવાની પ્રથમ ભૂમિકા હોવાના કારણે એને “ગુણસ્થાન” પણ કહેવામાં આવ્યું છે.
આચાર્ય હેમચંદ્ર ચેગશાસ્ત્રના ૧ પ્રકાશના ૧૬મા કલેકની વૃત્તિમાં–
"गुणस्थानत्वमेतस्य भद्रकरवाद्यपेक्षया"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org