________________
દ્વિતીય ખડ
:૨૧:
પ્રક્રિયા પ્રારંભ થઈ જાય તે પછી નીચે પડવાનું' અસ`ભવિત બની જાય છે)
‘ ગુણુસ્થાન ’ શબ્દમાં ‘ગુ’ શબ્દને અર્થ આત્મવિકાસના અશ થાય છે. આત્મવિકાસના અંશ જેમ જેમ વધે છે, તેમ તેમ ગુણસ્થાનના ઉત્કૃષ્ટ માનવામાં આવે છે. આમ તે ગુણસ્થાન અસંખ્યાત છે. કેમકે આત્માની એ પ્રકારની જેટલી પરિણતિએ એટલાં ગુણસ્થાન. જેમ નદીના એક પ્રવાહને કાસ' આદિના • કલ્પિત માપથી વિભક્ત કરી શકાય છે, છતાં એથી એ પ્રવાહુમાં કોઈ અમિટ રેખા બની જતી નથી, ન તા તે પ્રવાહ તૂટે છે, ન તેા એક ભાગથી બીજો ભાગ અલગ પડે છે; એ પ્રમાણે ગુણસ્થાનેાની વાત છે. એક ગુણુસ્થાનથી બીજા ગુણસ્થાનની સીમા એવી રીતે જોડાયેલી છે કે તે એક પ્રવાહસમુ' અની ગયું છે. એમ છતાં વર્ણન કરવાની સગવડ ખાતર ગુણસ્થાન ચૌદ ભાગામાં વિભક્ત કરવામાં આવ્યાં છે. દિશાનિર્દેશ એ રીતે જ કરી શકાય.
ચૌદ ગુણશ્રેણિઓનાં નામ: મિથ્યાર્દષ્ટિ, સાસાદન, મિશ્ર, અવિરતિસમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસમ્પરાય, ઉપશાન્તમેાહ, ક્ષીણુમેહ, સયેાગકેવલી, અયાગકેવલી.
૧ મિથ્યાત્વગુણસ્થાન પ્રાણીમાં જ્યારે આત્મકલ્યાણુસાધનના માર્ગ વિષેની સાચી દૃષ્ટિ ન હોય, ઊંધી સમજ હાય કે અજ્ઞાન, ભ્રમ પ્રવતા હાય ત્યારે એ આ પ્રથમ શ્રેણીમાં હાય છે. નાના કીડાથી માંડી મોટા મેાટા પડતા, તપસ્વીએ અને રાજા–મહારાજા વગેરે સુદ્ધાં આ શ્રેણીમાં હોય છે. કેમકે વાસ્તવિક આત્મષ્ટિ કે આત્મભાવના ન હેાવી એ મિથ્યાત્વ છે, જે ડાતાં એમની અન્ય ઉન્નતિનું કશું મૂલ્ય નથી.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org