________________
દ્વિતીય ખંડ
: ૭૯ : રૂપી પદાર્થોને–ચાહે તે આવરણથી આવૃત હોય, ચાહે દૂર હેય-સાક્ષાત્કાર કરી શકનારું જ્ઞાન છે. “મનપર્યાયજ્ઞાન’ બીજા એનાં મનને (મદ્રવ્યને) સ્પષ્ટ પ્રત્યક્ષ કરી શકનારું જ્ઞાન છે. બીજે માણસ શું ચિન્તવી રહ્યો છે તે મન:પર્યાયાની જાણી શકે છે. “કેવલજ્ઞાન” એ પૂર્ણજ્ઞાન છે.
કૈવલય-ભૂમિને પહોંચવા માટે આરેહણપ્રકાર સમજ જોઈએ, જે આત્માને ક્રમિક વિકાસ છે. એ ગુણસ્થાનને વિષય હઈ હવે તે તરફ નજર કરીએ.
ગુણઝણું અથવા ગુણસ્થાન જૈનશાસ્ત્રમાં ચૌદ શ્રેણીઓ બતાવી છે. આ શ્રેણીઓ ગુણ સ્થાનની છે. ગુણસ્થાન એટલે ગુણની અવસ્થા. આત્માને ગુણ વિકાસ યથાગ ક્રમશઃ ચૌદ શ્રેણિએમાં થાય છે.
પહેલી શ્રેણિના જ કરતાં બીજી–ત્રીજી શ્રેણિને જ આત્મગુણના સમ્પાદનમાં આગળ ગયેલા હોય છે, અને તેમના કરતાં ચેથી શ્રેણીના છ વધુ ઉન્નતિ ઉપર વર્તતા હોય છે. આ પ્રમાણે ઉત્તરોત્તર શ્રેણીના જીવ પૂર્વ–પૂર્વ શ્રેણીના જીવથી અધિક ઉન્નતિ ઉપર પહોંચેલા હોય છે એક અપવાદ સિવાય. બધા પ્રાણીઓ પહેલાં (પ્રાથમિક અવસ્થામાં) તે પ્રથમ શ્રેણમાં વનારા હોય છે. પણ એમાંથી જેઓ આત્મબળ કેવી આગળ વધવાને પ્રયત્ન કરે છે, તેઓ ઉત્તરોત્તર શ્રેણી
ઓયાં પેશ્ય કેમથી પસાર થાય છે અને છેવટે બારમી શ્રેણીમાં નિરાવરણ બની તેરમીમાં જીવન્મુક્ત પરમાત્મા બને છે, અને મૃત્યુ સમયે ચૌદમી શ્રેણીમાં આવી તરત જ પરમ નિર્વાણધામ પ્રાપ્ત કરે છે. મંtપ્રયત્નવાળાઓને વચલી કેટલીક શ્રેણીઓમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org