________________
દ્વિતીય ખંડ
: ૭૭ ૪ રૂપ અને શબ્દ એ વિષયે છે. એ, દરેક મૂ–પગલિક દ્રવ્યમાં રહેનારા તેના અંશે છે–અવિભાજ્ય પર્યા છે, જે બધા તેના બધા ભાગોમાં એકસાથે રહે છે. ઇન્દ્રિયની શક્તિ જુદીજુદી છે. તે ગમે તેટલી પટુ હોય, તે પણ પિતાના ગ્રાહ્ય વિષય સિવાય અન્ય વિષયને ગ્રહણ કરી શક્તી નથી. આ કારણથી પાંચે ઈન્દ્રિયાના પાંચ વિષયો પૃથફ પ્રથફ છે–નિયત છે.
જેમ ઈન્દ્રિયેના ઉપયુક્ત પાંચ વિષયે છે, તેમ મનને વિષય વિચાર છે. બાહ્ય ઇન્દ્રિયે ફક્ત મૂર્ત પદાર્થોને ગ્રહણ કરે છે અને તે પણ અંશરૂપે, જ્યારે મન, જે આન્તર ઇન્દ્રિય હે અન્તઃકરણ કહેવાય છે, મૂર્ત અને અમૂર્ત બધા પદાર્થોને તેમનાં અનેક રૂપ સાથે ગ્રહણ કરે છે, ભૂત ભવિષ્ય–વર્તમાન ત્રણેને ગ્રહણ કરે છે. એટલે કે મનનું કાર્ય વિચાર કરવાનું છે. ઈન્દ્રિયો દ્વારા ગ્રહણ કરાયેલા અને ગ્રહણ ન કરાયેલા વિષયોમાં પિતાના વિકાસ કે યોગ્યતા પ્રમાણે તે વિચાર કરી શકે છે. માટે મનને વિષય વિચાર છે. સ્પર્શન આદિ પાંચ ઈન્દ્રિયોથી ફક્ત મતિજ્ઞાન થાય છે, જ્યારે મનથી મતિ અને શ્રત બને થાય છે–પહેલું સામાન્ય ભૂમિનું મતિજ્ઞાન થાય છે, પછી વિચારાત્મ વિશેષતાવાળું શ્રુતજ્ઞાન થાય છે. એમાં પણ મતિ કરતાં શ્રત જ પ્રધાન છે, માટે મનને વિષય શ્રુત કહ્યો છે— “યુતમતરિયા ” (તસ્વાર્થ –૨૨).
ઈન્દ્રિય પાંચે બબ્બે પ્રકારની છે દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. દ્રવ્યેન્દ્રિયના બે ભેદ પડે છેઃ નિવૃત્તિ અને ઉપકરણ. શરીરગત ઈન્દ્રિયેની આકૃતિઓ, જે પુદ્ગલકની વિશિષ્ટ રચનાઓ છે તે “નિવૃત્તિ” ઈન્દ્રિય છે. પુદ્ગલસ્કની જે બાહ્ય રચના તે બાહ્ય નિવૃત્તિ ઇન્દ્રિય અને પુદ્ગલસ્કોની જે આભ્યન્તર રચના તે આભ્યન્તર નિવૃત્તિ ઈન્દ્રિય. બાહ્ય નિવૃત્તિ ઇન્દ્રિયને
વિચાર જ
પ્રત્યાર્થ પ્રયાસ
(સત્તા અને વિષય હતા, પણ પતિ
- ઇન્દ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org