________________
ઃ ૭૬ :
જૈન દર્શન નરમ પડતાં અન્તઃકરણની જે શુદ્ધિ થાય છે, તે જ વાસ્તવિક “ધર્મ” છે. એ જ જીવનની ઉજવલતા છે. દયા, મંત્રી, પરોપકાર, સત્ય, સંયમ, ત્યાગ એ સદ્ગુણે આન્તરિક ઉજજવલ જીવનની શુભ પ્રભા છે. એવું પ્રભાશાલી જીવન એને જ ધાર્મિક જીવન કહેવામાં આવે છે. જ્ઞાનના ભેદે
દર્શનમેહનું આવરણ શિથિલ અથવા ક્ષીણ થતાં “સમ્યદર્શન” પ્રગટે છે, અને એ પ્રકટ થતાંની સાથે જ જ્ઞાનમાં સમ્યકત્વ (સારાપણું અથવા સચ્ચાઈ) આવી જાય છે, એ અગાઉ કહેવાઈ ગયું છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું સંપૂર્ણ સાહચર્ય છે. મતિ, કૃત, અવધિ, મનઃ પર્યાય અને કેવલ એ જ્ઞાનના પાંચ ભેદે છે. મનેયુક્ત ઈદ્રિ દ્વારા જે જ્ઞાન થાય છે તે મતિજ્ઞાન છે. આંખથી જોવાય છે, જીભથી ચખાય છે, નાકથી સુંઘાય છે, કાનથી સંભળાય છે અને ચામડીથી અડાય છે તે બધાં મતિજ્ઞાન છે. સમૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન એ પણ મતિજ્ઞાન છે. શબ્દ દ્વારા કે સંકેત દ્વારા જે જ્ઞાન થાય છે તે શ્રુતજ્ઞાન છે. આ બન્ને (મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન) ઈન્દ્રિયાધીન હેઈ પક્ષ ગણાય, છતાં ઇન્દ્રિયે દ્વારા થનારાં રૂપાલેકન આદિ (રૂપાલેકન, રસસ્વાદન, ગધગ્રહણ, શબ્દશ્રવણ અને સ્પર્શાનુભવ) જ્ઞાન વ્યવહારદષ્ટિએ પ્રત્યક્ષ છે, માટે સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે. જેમ એ ઇન્દ્રિય-સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે, તેમ સુખાદિસંવેદન એ માનસ-સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે. અહીં પ્રસંગોપાત્ત ઇન્દ્રિય વિષેનું જૈન કથન જરા જોઈ લઈએ.
ઈન્દ્રિયે પાંચ છેઃ સ્પર્શન (ત્વચા), રસન (જીભ), ઘાણ (નાક), ચક્ષુ અને શ્રોત્ર. એમના અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org