________________
દ્વિતીય ખંડ
* ૭૫ ::
ગુરુતત્વ " महावतधरा धीरा भैक्षमात्रोपजीविनः ।
સામાયિકથા ઘમલેશ કુવો મતાઃ”+ + અર્થાતુ-અહિંસા આદ્ધિ પાંચ મહાવ્રતને ધારણ કરનાર, ધૈર્ય ગુણથી વિભૂષિત, ભિક્ષા–માધુકરીવૃત્તિ કરનાર, સમભાવમાં રહેનાર અને ધર્મને યથાર્થ ઉપદેશ કરનાર એવા સંતને “ગુરુ કહ્યા છે. ધર્મતત્વ
" पञ्चतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् । મહિલા સામત્તે ઘામણોમતા” |
( હારિભદ્ર અષ્ટક ૧૩મું ) અર્થાત્ – સર્વ ધર્મવાળાઓને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ બાબતે પવિત્ર છે–પવિત્ર સિદ્ધાંતરૂપ છે–સર્વમાન્ય છે. “ધર્મ” શબ્દને અર્થ–
दुर्गतिप्रपतत्प्राणिधारणाद् धर्म उच्यते । धत्ते चैतान् शुभस्थाने तस्माद् धर्म इति स्मृतः ।।
એ વાક્યથી એમ બતાવાય છે કે પ્રાણીઓને દુર્ગતિમાં પડતાં બચાવે તે ધર્મ. જીવનને અગતિમાંથી ઉપર ઉઠાવે, ઊંચે ચડાવે તે ધર્મ. એ આત્માને સ્વાનુભવગમ્ય ઉજજવળ ગુણ છે. કિલષ્ટ કર્મના સંસ્કારે દૂર થવાથી રાગ-દ્વેષની વૃત્તિઓ + હેમચંદ્રાચાર્યનું શાસ્ત્ર, બીજો પ્રકાશ, ૪ અને ૮ ક. * અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org