________________
દ્વિતીય ખંડ
: ૭૩ : એ બનેના (સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એ ઉભયના) આધાર પર ચારિત્ર (સાચું ચારિત્ર) ઘડાય છે, જેથી મેક્ષ સધાય છે. આ વાત મહર્ષિ ઉમાસ્વાતિજીના તત્વાર્થસૂત્રના “સત્તાન-જ્ઞાન-રાત્રિnfજ મોક્ષમા” એ પ્રથમ જ સૂત્રમાં નિર્દિષ્ટ છે.
ઉપર જણાવ્યું તેમ સમ્યગ્દર્શન (સમ્યગ્દષ્ટિ) એ ચારિત્ર માટેને મૂળભૂત સમર્થ પાયે છે એ સમજી શકાય તેવું છે. કેમકે સારી યા સાચી દષ્ટિ ઉપર સારી યા સાચી જીવનચર્યા ઘડાય. “જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ.”
જ્ઞાન કે બુદ્ધિને વિકાસ ગમે તે મહાન હોય, પણ દષ્ટિ બૂરી હોય તે એ જ્ઞાન કે બુદ્ધિને દુરુપયેગ થવાને,
જ્યારે દષ્ટિ ભલી હેતાં શેડા પણ જ્ઞાનને સદુપયોગ થાય છે. જ્ઞાનના ઉપયોગને દોરનારી દૃષ્ટિ છે, એટલે તેનું ભલીપણું યા બુરીપણું મુદ્દાને પ્રશ્ન થઈ પડે છે.
દૃષ્ટિ અપ્રશસ્ત હોતાં જ્ઞાન અને આચરણ બને અપ્રશસ્ત બને છે અને એ પ્રશસ્ત હોતાં ( અર્થાત્ સમ્યગ્દષ્ટિ અથવા સમ્યગ્દર્શન હેતાં) જ્ઞાન અને ચારિત્ર અને પ્રશસ્ત બની જાય છે. એ માટે દષ્ટિનું પ્રથમ અને પ્રાધાન્ય છે. એ જ કારણ છે કે ઉપરના આર્ષ સૂત્રમાં જે ત્રિકને મેશને માર્ગ કહ્યો છે તેમાં “સમ્યગ્દર્શનને પહેલું મૂકવામાં આવ્યું છે, જે બતાવે છે કે દર્શન(દૃષ્ટિ)ના સમ્યકપણાના આધાર પર જ્ઞાન તથા ચારિત્રનું સમ્યકપણું આશ્રિત છે.
સમ્યગ્દર્શન અથવા સમ્યકત્વ શાસાભ્યાસથી જ મળે છે એવું કંઈ નથી. કેઈ પણ મુકને, કોઈ પણ કેમને અને જાડી બુદ્ધિને નિરક્ષર પણ માણસ જે મૃદુ આત્મા હોય તે
* કઈ ભાગ્યવાન તિર્યનિ પશુ પણ એને પ્રાપ્ત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org