________________
: ૭૨ ઃ
જૈન દર્શન સાચી અથવા નિર્મળ તત્વદૃષ્ટિને “સમ્યક્ત્વ” કહેવામાં આવે છે. તદષ્ટિ એટલે? એ પણ સ્પષ્ટ કરવું જરૂરી છે. તદષ્ટિ એટલે આત્મકલ્યાણના તન વિષેની દષ્ટિ. એ જયારે સાચી અથવા નિર્મળ બને છે ત્યારે તેને “સમ્યક્ત્વ કહેવામાં આવે છે. એ કલ્યાણી દષ્ટિના યોગે ધમધતા, મતદુરાગ્રહ, સંકુચિત સામ્પ્રદાયિકતા દૂર થાય છે અને કાષાયિક ભાવાવેશ ઠડે પડે છે. સમ્યગ્દષ્ટિ શુદ્ધ જિજ્ઞાસુતાને પ્રગટાવે છે અને એના અજવાળામાં વસ્તુ એકાંગી નહિ, પણ અનેકગી સમજાય છે, અને એથી સમવયદષ્ટિ ખીલતી જવાના પરિણામે આત્માને વિવેકપૂત સમભાવ વિકાસગામી બને છે.
સમ્યક્ત્વનું બીજું નામ “સમ્યગ્દર્શન” છે. એ પણ એ જ અર્થ દર્શાવે છે. એ બને શબ્દોને સુગમ અર્થ સાચી શ્રદ્ધા થાય છે. સાચી શ્રદ્ધા એટલે અંધશ્રદ્ધા નહિ, પણ વિવેકપૂર્વકની શ્રદ્ધા. અંધશ્રદ્ધા આંધળી–વિચાર વગરની–કાય કારણભાવને નિયમની સમજ વગરની હોય છે, જ્યારે વિવેક પૂર્વક શ્રદ્ધામાં કાર્યકારણભાવના યથાર્થ્યનું ભાન હોય છે. એ યુક્તિક્ષમ તથા ન્યાયપૂત શ્રદ્ધામાં બુદ્ધિ વાંધો ઊઠાવે એવું તત્ત્વ સ્થાન પામી શકતું નથી કે ટકવા પામતું નથી. આવી શ્રદ્ધા એક વિશિષ્ટ બળ ધરાવતી દષ્ટિ છે. કર્તવ્યઅકર્તવ્ય અથવા હેપાદેય વિશેની વિવેકદષ્ટિનું બળ, જે કલ્યાણસાધનના સન્માર્ગમાં નિશ્ચલ શ્રદ્ધારૂપ—અટલ વિશ્વાસરૂપ છે, તે પ્રગટ થતાં જ ડું પણ જ્ઞાન, અલ્પ પણ શ્રત, સાધારણ બુદ્ધિ કે પરિમિત ભણતર “સમ્યજ્ઞાન” બની જાય છે. આ ઉપરથી સમજી શકાય છે કે વિવેકદષ્ટિરૂપ તત્વશ્રદ્ધા એ “સખ્યત્વ” અથવા “સમ્યગ્દર્શન’ છે, જેના સમ્યપણું ઉપર જ્ઞાનનું સભ્યપણું અવલંબિત છે. જ્ઞાનથી વસ્તુ જણાય છે, એમાં વિવેકદ્રષ્ટિ પાવિત્ર્ય આણે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org