________________
દ્વિતીય ખંડ
* ૭૧ ઃ
પિષધ વ્રત છે. આમાં સંપૂર્ણ બ્રહ્મચર્યપૂર્વક યથાવિધિ ધર્મક્રિયા કરવામાં આવે છે, અને ક્રિયાવિધિ સિવાયને વખત સ્વાધ્યાય અથવા આત્મહિતની જ્ઞાનગોષ્ઠીમાં પસાર કરવામાં આવે છે.
અતિથિસંવિભાગ-આત્માની ઉચ્ચ કેટીની ઉન્નતિ સાધવા જેઓએ ગૃહવાસને ત્યાગ કરી વિરતિપરાયણ સન્યાસને માગ અખત્યાર કર્યો છે એવા અતિથિ મુમુક્ષુ સાધુ સંત મુનિઓને તેમજ પરોપકારપરાયણ લેકસેવક સજનોને એમની જરૂરીઆત પૂરી પાડવી અને દીન-દુઃખીઓને યોગ્ય મદદ કરવી એ આ વ્રતને અર્થ છે.
આ બાર વતેમાં શરૂઆતનાં પાંચ વ્રતે “અણુવ્રત” કહેવાય છે, કેમકે સાધુજીવનનાં મહાવતેની આગળ એ વ્રત
અણુ” એટલે નાના છે. ત્યાર પછીનાં ત્રણ “ગુણવ્રત કહેવાય છે, કારણ કે એ ત્રણ ત્રતે અણુવ્રતને “ગુણ” એટલે ઉપકાર કરનારાં છે, અર્થાત્ પુષ્ટિ આપનારાં છે. ત્યાર પછીનાં ચાર “શિક્ષાત” કહેવાય છે. “શિક્ષાવ્રત” એટલે અભ્યાસ કરવાનાં વત.
બારે વ્રતે ગ્રહણ કરવાનું સામર્થ્ય ન હોય તે શક્ય હોય તેટલાં વ્રત લઈ શકાય છે. હવે ધર્મસિદ્ધિના મૂલાધાર તરીકે “સમ્યકત્વ” જોઈએ. “સમ્યક્ત્વ” એટલે વિચારપૂત આત્મશ્રદ્ધા. સમ્યક્ત્વ:
સમ્યકત્વને શબ્દાર્થ છે સમ્યફપણું અથવા સારાપણું. પણ પ્રસ્તુતમાં સારાપણું શું? સચ્ચાઈ અથવા નિર્મળતા. કેની સચ્ચાઈ અથવા નિર્મળતા? દૃષ્ટિની. એટલે અહીં સમ્યકત્વ શબ્દ દષ્ટિની સચ્ચાઈ અથવા નિર્મળતામાં રૂઢ છે, અર્થાત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org