________________
: ૭૦:
જૈન દર્શન અનાગ્ય હાલતમાં એગ્ય ચિકિત્સા કરાવવી, તેમ જ નિષ્પાપ મનેવિનોદ તથા આમેદ-પ્રમોદ માટે એગ્ય મર્યાદામાં ઉચિંત પ્રમાણમાં કે કાર્ય કરાય એ અનર્થદંડમાં ન આવે. ગંદકી કે ગંદાપણું રાખી નિરર્થક ઉત્પત્તિ વધારવી એ જીવહિંસાને માર્ગ આ ગણાય.
આ પ્રસંગે એ જણાવવું એગ્ય છે કે વનસ્પતિ ખોરાકથી નિર્વાડ થઈ શકે તેમ હોય છતાં સ્વાદ ખાતર કે શરીરને પુષ્ટ બનાવવા ખાતર માંસાહાર કર એ માત્ર અનર્થદંડ જ નથી, સંકલ્પી હિંસામાં પણ સમાવિષ્ટ થાય છે, જે ગૃહસ્થને તદન વજનીય છે.
સામાયિક વ્રત. રાગદ્વેષરહિત શાન્ત સ્થિતિમાં બે ઘડી અર્થાત્ ૪૮ મિનિટ સુધી એક આસને રહેવું એનું નામ
સામાયિક ' છે. એટલા વખતમાં આત્મતત્વની વિચારણું, જીવનશોધનનું પર્યાલચન, જીવનવિકાસક ધર્મશાસ્ત્રોનું પરિશીલન, આધ્યાત્મિક સ્વાધ્યાય અથવા પરમાત્માનું પ્રણિધાન કરવાનું છે. - દેશાવકાશિક વ્રત. છઠ્ઠા વ્રતમાં ગ્રહણ કરેલા દિશાના નિયમને એક દિવસ માટે અથવા અમુક વખત માટે સંક્ષેપ કરે અને એવી જ રીતે બીજાં વતેમાં રહેલી–રાખેલી છૂટને સંક્ષેપ કરે એ આ વ્રતને અર્થ છે. આમાં વિરતિવર્ધનનું તાત્પર્ય છે.
પાષધ વ્રત. ધર્મને પિષણ કરનાર હોવાથી પિષધ ? કહેવાય છે. ઉપવાસ કે એકાશન કરી ચાર કે આઠ પહોર સુધી અથવા એથી વધુ વખત સાધુજીવનની પેઠે ધર્મક્રિયાપરાયણ થવું એ પિષધ વ્રત છે. સર્વ સંસારી ભાંજગડથી દૂર ખસી સર્વવિરતિ ધર્મની વાનગીને મધુર રસાસ્વાદ ચાખવા માટે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org