________________
દ્વિતીય ખંડ કર્યા કરવા એ અનર્થદંડ છે. અનિષ્ટપ્રાપ્તિ, ઈછની અપ્રાપ્તિ અને રેગ વિષેના વ્યર્થ ચિંતા-બળાપ દુધ્ધન હોઈ અનર્થદંડ છે. વ્યાપાર-ધંધાન અને ગૃહસ્થાશ્રમની વ્યવસ્થાના યોગ્ય વિચાર અનર્થદંડમાં ન આવે. “રામ” જેવા ન્યાયીના જય અને રાવણ જેવા અન્યાયીન પરાજય વિષેના વિચાર દુર્ગાનરૂપ અનર્થદંડ ન ગણાય. ન્યાયરક્ષણ અને અન્યાયનાશના વિચાર જનહિત માટે ઉપયોગી હોવાથી અનર્થદંડમાં ન આવે. રેગ. વ્યાધિને દૂર કરવા-આરોગ્ય સાધવા વિષેની એગ્ય વિચારણા અનર્થદંડમાં ન આવે. ઈષ્ટપ્રાપ્તિ યા અનિષ્ટપરિહાર વિષેની ઉચિત વિચારણુ અનર્થદંડમાં ન આવે.
(૪) પ્રમાદચર્યા નિરર્થક જમીન ખેરવી, વ્યર્થ આગ સળગાવવી વગેરે પ્રમાદચર્યા અનર્થદંડ છે. રસ્તામાં ચાલતાં, કઈ જાનવર ઊભું હોય એને વ્યર્થ લાકડી ફટકારી દેવી એ બેવકૂફી અનર્થદંડ છે. આવા અનર્થદંડનાં પાપ માણસને હાથે ઘણું થાય છે, જે ખ્યાલ રાખી તજવાં જોઈએ. અહિંસાના અણુ વ્રતમાં “સ્થાવર જીની હિંસાને ત્યાગ ન આવવા છતાં પણ એની નિરર્થક હિંસા અનર્થદંડમાં ગણાય, જે ન કરવાનું આ વ્રત ફરમાવે છે. એ જ પ્રમાણે, સાધારણ કક્ષાનાં અસત્ય વગેરે, જેને નિષેધ અગાઉ જણાવેલ વ્રતમાં આવ્યું ન હોય, તેનું પણ નિરર્થક આચરણ ન કરવાની આ વ્રતમાં ચેતવણી છે. બીજાને દુઃખકારક મશ્કરી–ઠઠ્ઠા, નિંદા-ચુગલી કરવાની આ વ્રતમાં મનાઈ છે. મેહવર્ધક ઉન્મત્ત ખેલ-તમાશા જેવા એ પ્રકારનાં પ્રમાદા ચરણ યથાશક્તિ વર્જવાનું આ વ્રતમાં છે પરંતુ વાયુસેવન માટે બહાર ફરવા જવું અને આરોગ્યને ઉપકારક એગ્ય કસરત આદિ પ્રવૃત્તિઓ યોગ્ય ભેજન–પાનની જેમ શરીર તેમ જ મનને ઉપકારક હોઈ, સ્વાથ્ય માટે ઉપયોગી હેઈ અનર્થ દંડમાં ન આવે. સફાઈ, સ્વચ્છતા રાખવી, જાળવવી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org