________________
દ્વિતીય ખંડ
* ૬૫ ઃ
બધા સરલતાથી શમી જાય. આ ધર્મવ્રત ખરેખર સારામાં સારી સમાજવ્યવસ્થા સર્જનારુ પણ વ્રત છે.
દ્વિચ્છત
પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ ચાર દિશાઓ, ઇશાન, આગ્નેય, નૈઋત તથા વાયવ્ય એ ચાર વિદિશાઓ અને મસ્તક ઉપરની ઊધ્વદિશા તથા પગ નીચેની ધેાદિશા એ પ્રમાણે દશ દિશાએ છે. જુદી જુદી પ્રવૃત્તિએ અંગેના કાય ક્ષેત્રને સીમિત બનાવવા માટે દિશાઓની મર્યાદાઓ બાંધવી એ આ વ્રતના અથ છે. આ દિવ્રતથી મર્યાદિત ક્ષેત્રમાં જવા આવવાનું, વેપારધંધા કરવાનું, પુત્ર-પુત્રી વરાવવાનુ, તેમ જ સદરહુ મર્યાદિત ક્ષેત્રમાં પેદા થયેલી અને પેદા કરવામા આવેલી ચીજવસ્તુ વપરાશમાં લેવાનું –એ વગેરે પ્રવૃત્તિઓ નિયમિત થઈ જાય છે. તૃષ્ણાને હદ ઉપરાંત વિસ્તરતી અટકાવવાના, વ્રતના અભાવ હોતાં મર્યાદિત ક્ષેત્રની મહાર પ્રસરવા સંભવિત હિંસાદિ પ્રવૃત્તિએથી બચાવવાના અને પાડોશીધમના પાલનને પુષ્ટિ આપવાના આ વ્રતના ઉદ્દેશ છે. ખરેખર માણસની ઘણી જ જાળ, ઘણી ધાંધલ-ધમાલ આનાથી ઓછી થાય, અને નિરાંત તથા શાંતિ મળવા સાથે જીવન-વિકાસ સાધવા માટેના અવકાશમાં સારી વૃદ્ધિ થાય.
ભાગાપભાગપરમાણ
એક વાર ભાગમાં આવતા પદાર્થો ભાગ કહેવાય છે, જેવા કે અનાજ, પાણી વગેરે. વારંવાર ઉપભાગમાં આવનાર વસ વગેરે પદાર્થોં ઉપભાગ કહેવાય છે. આનું પરિમાણ કરવું–એમાં નિયમિત રહેવુ, જરૂરીઆતથી વધારે ભાગાપભાગથી વરત થવુ' એ આ વ્રતના અથ છે. આ વ્રતથી તૃષ્ણા-લેલુપતા ઉપર
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org