________________
જૈન દર્શન અને આભ્યન્તર બને રીતે કલ્યાણકારી તથા પિતાને અને પરને હિતાવહ બનશે. જીવનનિર્વાહની પંચાત ન હોવા છતાં એ વેપારધંધાને શેખ ચાલુ રાખવા માંગતે હોય તે તેણે પ્રમાણિકપણે વેપારધંધા ચલાવીને જે કમાય તે નિશ્ચિત કરેલ પરિગ્રહ પરિમાણથી વધુ ન રાખતાં પોતાના સ્વામિત્વ નીચે ન રાખતાં) લોકહિતના કાર્યોમાં ખરચતા રહેવું જોઈએ. માણસે પિતાને એક અલગ અને સ્વતંત્ર વ્યક્તિ તરીકે ન ગણતાં સમાજના એક ઘટક અથવા અંશ તરીકે ગણવાને છે, અને તે દષ્ટિથી તેણે સ્વપરહિતનાં સત્કાર્યો કરવાનાં છે. પરિગ્રહ ઉપરને મમત્વભાવ એ છે થતાં લેભવૃત્તિ ઉપર કાર્યસાધક અંકુશ મુકાય છે, અને દ્રપાર્જનને અંગે થતી હિંસા આદિ પાપપ્રવૃત્તિઓમાં રસ તીવ્ર ન બનતાં મંદ બનવા પામે છે. પરિગ્રહનું પરિમાણ નહિ કરવાથી લે-તૃષ્ણાનું દબાણ વધુ થાય છે અને એથી વિશેષ આરંભ-સમારંભે અને તે સાથે કષાયમાં તણાવાથી આત્માની અધોગતિ થાય છે. માટે આ વ્રતની આવશ્યકતા છે. +તૃષ્ણનું સમુચિત નિયત્રંણ થાય તે પરિગ્રહની ઉપાધિ ઓછી થઈ શકે; અને એ ઉપાધિ જેમ ઓછી હોય છે, તેમ આત્મા શાતિમાં રહી શકે છે અને પરોપકાર, સ્વાધ્યાય તથા ભગવત્રમરણુને વધુ સારે લાભ લઈ શકે છે. એ રીતે ધર્મસાધન દ્વારા એનું કલ્યાણ સધાય છે.
પરિગ્રહ પરિમાણુ જે સામાજિક દષ્ટિ અને સામાજિક સિદ્ધાંત બની જાય તે “ સામ્યવાદ” કે “ સમાજવાદ”ના બખેડા
+ असन्तोषमविश्वासमारम्भं दुःखकारणम् । मत्वा मूच्छौंफलं कुर्यात् परिग्रहनियन्त्रणम् ।।१०६।।
હેમચન્દ્ર ગશાસ્ત્ર, રજે પ્રકાશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org