________________
દ્વિતીય ખંડ
: ૬૩ મમત્વ–મહ ન હોઈ તે કેવળ બીજાઓના ઉપકાર અથે રાખે છે અને પિતે એને પ્રામાણિક સંરક્ષક જેવું બની રહે છે.
માણસની હાલત નિર્ધન કે દરિદ્ર હોય તે પણ જે તેના મનમાં મુંજશેખ ઉડાવવાના ઈરાદે મોટા પ્રમાણમાં ધન ભેગું કરી સંઘરી રાખવાની ઈરછા–તૃષ્ણા જલતી હોય તે તે પરિગ્રહી (ભાવપરિગ્રહી) છે. દ્રવ્યપરિગ્રહને અતિ સંગ્રહ પાપ છે અને તેવી ઈચ્છા ધરાવવી એ પણ પાપ છે. જીવનની સામાન્ય જરૂરીઆત તથા સુખસગવડ પૂરતા દ્રવ્યપરિગ્રહ ઉપરની મમતા ભાવપરિગ્રહમાં ગણાય તે યે તેવી મમતા ગૃહસ્થાશ્રમની પરિસ્થિતિ સાથે અનિવાર્યરૂપે સ્વાભાવિકતયા જડાયેલી હોઈ અને અનર્થદંડરૂપ ન હઈ પાપરૂપ ગણવા પાત્ર નથી.
સામાન્ય જીવનજરૂરી ખાતે અને સામાન્ય સુખ-સગવડે એટલે અતિ ધનિક નહિ, તેમ જ અતિ ગરીબ નહિ એ મધ્યમ સ્થિતિને માણસ જે જરૂરીઆતે તથા સુખ-સગવડો શાન્તિથી ભેગવી શકે છે. આ મધ્યમ સ્થિતિમાં સંતોષ અને શાન્તિ રહ્યાં છે અને આત્મવિકાસ તથા આત્મકલ્યાણ માટે એ અનુકૂળ સ્થિતિ હોય તેમ સામાન્યતઃ દેખાઈ આવે છે. એવા સંતષશાલી સજજનને કદાચિત્ પુણ્યસંગે જે વધુ ધનલાભ પ્રાપ્ત થાય તે તેનો ઉપયોગ પિતાના પરિગ્રહની વૃદ્ધિમાં નહિ કરતાં લેકકલ્યાણનાં કાર્યોમાં તે કરવાનો.
જીવનનિર્વાહનાં સાધને જે મેળવી ચુક્યો હોય અને જેને રળવાની પંચાત ન હોય તેણે વેપારધંધામાંથી છૂટકારે મળી ગયાથી અકર્મણ્ય બની જવું ન જોઈએ. અકર્મયતા બુરી અને જીવનને હાનિકારક છે. તેણે લેકસેવાના કાર્યમાં પોતાની શક્તિ મુજબ લાગી જવું જોઈએ. એવું ઉદ્યમી જીવન એને બાહ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org