________________
દ્વિતીય ખંડ
: ૬૧: સ્થૂલ મૈથુનવિરમણ
પરસ્ત્રીનો ત્યાગ કર એ આ વ્રતને અર્થ છે. વેશ્યા, વિધવા અને કુમારીની સંગતિને ત્યાગ પણ આ વ્રતમાં આવી જાય છે. સ્વદારની મર્યાદિત સંગતિન્દ્ર સિવાય દરેક જાતની
* મર્યાદિત સંગતિ એટલે સામાન્યતઃ વીર્યરક્ષણનું ધ્યેય રાખીને પ્રજોત્પત્તિના ઈરાદે અને તેવા ઉદ્દેશથી સ્ત્રી-પુરુષ વચ્ચે થતી સંગતિ વીર્યને ઉપયોગ માત્ર પ્રજોત્પત્તિ કરવામાં સીમિત થતું નથી, પરંતુ મનોબળ અને શરીરબળ વધારવામાં, સંકલ્પબળ ખીલવવામાં, આરોગ્ય સાચવવામાં અને એકંદરે શારીરિક, માનસિક, આધ્યાત્મિક તથા ભૌતિક ઉન્નતિ સાધવામાં પણ વીર્યને ઉપયોગ અસાધારણપણે અપેક્ષિત છે. કામરસમાં અંધ બની અતિ પ્રમાણમાં વિષયસેવન શરીર અને મનની પાયમાલી આણી ભૌતિક સુખ ભોગવવા માટે તથા પ્રજોત્પત્તિ માટે પણ નાલાયક બનાવે છે, અને સંકલ્પબળ, જેનું અસ્તિત્વ કઈ પણ કાર્ય માટે મોક્ષ માટે પણઆવશ્યક છે તેને નષ્ટપ્રાય કરી મૂકે છે અને મનુષ્યને અવનતિની ખીણમાં ધકેલી દે છે. વીર્યમાં સર્જન -શક્તિ છે, અને તેને ઉપયોગ પ્રોત્પત્તિ સિવાય અન્ય ઉચ્ચ કાર્યોમાં પણ થઈ શકે છે, એ ખાસ ધ્યાનમાં રાખવા ગ્ય છે. જે લેકે શાસ્ત્રો સાહિત્યગ્રન્થને અભ્યાસ કરવામાં, નવાં નિર્માણ કરવામાં અથવા લકોપયોગી સેવાકાર્યોમાં રત થયેલા હોય છે, અથવા ઉચ્ચ આદર્શના ધ્યાનમાં નિમગ્ન રહી તે આદર્શને પહોંચવાના માર્ગોની વિચારણા કરવામાં અને તદનુસાર વર્તવામાં સંલગ્ન હોય છે તેમને સ્ત્રી-સંગને વિચાર કરવાની ફુરસદ હોતી નથી, અને જે આવા હેય છે તે જ મહાનુભાવ સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળી શકે છે. કેઈ પણ શક્તિને (વાસના એ પણ શક્તિ છે ) અંકુશમાં લેવી હોય તો તેને દાબવાને પ્રયત્ન એ સચોટ ઉપાય નથીઃ દબાયેલી કમાનની પેઠે તે પાછી ઊછળી પણ આવે છે; પરંતુ ખરો ઉપાય તેને અન્ય ઉપયોગી કાર્યમાં વાળવી એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org