________________
श्रुतदीप-१
સ્યાદવાદ પુષ્પચૂલિકા નામના શાસ્ત્રમાં છે. તેમાં ચાર ભાંગા હોય છે. ચાર નિક્ષેપા હોય છે. તેવું જગતના ઇશ ભગવાન કહે છે. દેશનામાં ભગવાન દ્રવ્ય, ગુણ અને પર્યાય પ્રકાશે છે. પદાર્થના અસ્તિધર્મો અને નાસ્તિધર્મોનો વિચાર દર્શાવે છે. અતિધર્મ એટલે પદાર્થમાં રહેતા ધર્મ. નાસ્તિધર્મ એટલે પદાર્થમાં નહીં રહેતા ધર્મ. ભગવાનની દેશનામાં સાત નયનો વિચાર પણ હોય છે.
ભગવાન માલકોશ રાગમાં વરસાદની ધારાની જેમ વરસે છે. ભીલના દ્રષ્ટાંતથી વિદ્યાધર, દેવ, મનુષ્ય, નરક, રાજા, સામાન્ય સ્ત્રી પોતપોતાની ભાષામાં સમજી શકે તેવી વાણીની બલિહારી છે. નંદીવર્ધન રાજાની પટરાણી ભગવાન સમક્ષ ચાર મંગલનો સૂચક મોતીનો સાથીયો પૂરે છે. મોક્ષરૂપી પર્વતના શિખર ઉપર ચઢવા માટે ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય આ ચાર અનુયોગદ્વારથી આત્માનું દર્શન કરાવતી પ્રભુની વાણીનો રસ પીઓ. દીપવિજયજી કવિ પ્રભુને એમ કહે છે, કે અમને પણ પ્રભુતા આપો. પ્રભુની વાણીથી આત્માની પ્રભુતા પ્રગટ થાય છે.
શ્રી અધ્યાત્મવીરજિન ગહુલીની હસ્તપ્રત શ્રી વર્ધમાન જૈન આગમ જ્ઞાનભંડાર કાત્રજ, પુણેની છે. તેનો ક્રમાંક ૬૮૫ છે. આ પ્રત પૂ. આ. ભ. શ્રી હર્ષસાગર સૂ. મ. ની પ્રેરણાથી મળી છે. પ્રતનું એક પાત્ર છે. પત્ર પર ૧૨ પંક્તિ છે. દરેક પંક્તિમાં ૩૫ અક્ષર છે. આ પ્રગટ કૃતિ છે છતાં ય અલ્પપરિચિત હોવાથી ભાવાર્થ સાથે ફરી પ્રગટ કરી છે.
સંપાદન કરતાં અશુદ્ધ જણાતા પાઠ સાથે () કોષ્ટકમાં શુદ્ધ પાઠ દર્શાવ્યા છે. પડી ગયેલા પાઠ [ ] કોષ્ટકમાં જણાવ્યા છે. સંદિગ્ધ પાઠની નીચે અધોરેખા કરી છે.
સા. શ્રીહર્ષદેખાશ્રીજીમ. નાં શિષ્યા સા. શ્રીજિનરત્નાશ્રીજીમ. નાં શિષ્યા
સા. શ્રીમધુરહંસાશ્રી