________________
કવિબહાદુર પંડિત શ્રીદીપવિજયજી મહારાજ રચિત
અધ્યાત્મવીરજિન ગહલી
- સા. મધુરહંસાશ્રી
આ કૃતિનું નામ “અધ્યાત્મવીરજિન ગહુલી’ છે. તેના રચયિતા કવિબહાદુર પંડિત શ્રીદીપવિજયજી મહારાજ છે. તેઓ આણસુર ગચ્છના હતા. વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં આચાર્ય શ્રીવિજયદેવસૂરિજીના સમયમાં તપાગચ્છના બે વિભાગ પડ્યા હતા. આચાર્ય શ્રીવિજયદેવસૂરિજીથી નારાજ થયેલા કેટલાક શ્રમણોએ આચાર્ય શ્રીવિજયતિલકસૂરિજીને પટ્ટધર તરીકે નીમ્યા. ત્રણ વરસમાં તેઓ કાળધર્મ પામ્યા. તેમના ઉત્તરાધિકારી આચાર્ય શ્રી વિજયઆનંદસૂરીજી થયા. તેમના નામ પરથી તે ગચ્છ આણસૂર ગચ્છ તરીકે પ્રસિદ્ધ થયો. આ ગચ્છની પરંપરા ઓગણીસમી સદીના અંત સુધી ચાલી. આચાર્ય શ્રીવિજયલક્ષ્મીસૂરિજી મહારાજ આણસૂર ગચ્છના હતા. તેમણે અષ્ટાલિકા વ્યાખ્યાન, ઉપદેશ પ્રાસાદ, જ્ઞાનપાંચમના દેવવંદન જેવી રચનાઓ કરી છે. પંડીત દીપવિજયજીએ તેમની પાસે અભ્યાસ કર્યો છે૧.
પંડીત દીપવિજયજી મહારાજે ઘણી રચનાઓ કરી છે. મેવાડના મહારાણા ભીમસિંહે તેમણે કવિરાજ એવું બિરુદ આપ્યું હતું. વડોદરાના રાજવિએ તેમને કવિબહાદુરનું બિરુદ આપ્યું હતું.
ગહુલી ગુજરાતી સાહિત્યનો ગેય પ્રકાર છે. મોટે ભાગે ગહુલી મુનિરાજોના વ્યાખ્યાનમાં ગાવામાં આવે છે. મહિલાઓ ગફુલી ગાય છે અને તેમાં ભગવાનની વાણીની પ્રશંસા કરવામાં આવી હોય છે. વ્યાખ્યાન આપનાર ગુરુ ભગવંતના ગુણો પણ એમાં વણી લેવામાં આવે છે. પ્રસ્તુત કૃતિમાં પંડીત દીપવિજયજી મહારાજે પરમાત્મા મહાવીરની વાણીના વખાણ કર્યા છે. તેમાં અધ્યાત્મની વાતો સાક્ષાત નથી પરંતુ દ્રવ્યાનુયોગ ની પ્રાથમિક વાતો ગુંથી છે તેથી તેનું અધ્યાત્મવીરજિન ગફુલી નામ રાખ્યું છે. કૃતિ સામાન્ય લોકો ગાઇ શકે એવા પ્રચલિત રાગમાં છે. ગહુલીનો સામાન્ય અર્થ પ્રસ્તુત છે.
મનના હર્ષપૂર્વક અમૃત જેવી વીરની વાણી સાંભળો. કેવલજ્ઞાનને પ્રણામ કરું છું. પ્રભુની વાણી એક યોજના સુધી સંભળાય છે.
પ્રભુની વાણી પાત્રીસ ગુણથી શોભતી હોય છે. જેના અપુર્વ પૂણ્ય પૂર્વ થયા હોય તેજ વાણીનો રસ ચાખે છે. જેમાં દ્રવ્યની પદાર્થ રચના હોય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાલ અને જીવ આ છ દ્રવ્યોનું વર્ણન છે. તેમજ તેમના નિત્યાનિત્ય સ્વભાવનું વર્ણન છે.
પદાર્થમાં બે પ્રકારના ગુણો હોય છે. તે સામાન્ય ગુણ અને અઢાર વિશેષ ગુણ છે. તેનું વર્ણન
૧. સંદર્ભ-સોહમકુલરત્નપટ્ટાવલીરાસ લેખક-આ શ્રી મુક્તિ-મુનિચંદ્રસૂરિજી, મારો પ્રિય ગ્રંથ, સંપાદક-મુનિ શ્રીવૈરાગ્યરતિવિજયજી ગણિવર્ય, પ્રકાશક
શ્રુતભવન સંશોધન કેંદ્ર, પૂના. २. सामान्यास्त्रयोदश गुणाः सन्ति। तद्यथा- द्रव्यत्व-अस्तित्व-वस्तुत्व-प्रदेशत्व-प्रमेयत्व-सत्त्व(त्त्वानि), चः पुनरर्थः, अगुरुलघुत्व-चेतनत्व-अचेतनत्व-मूर्तत्व-अमूर्तत्व
सक्रियत्व-अक्रियत्वका इत्यादयो भवन्तीत्यर्थः।।५।। ३. दर्शन-ज्ञान-सुख-वीर्य-चेतनत्व-अचेतनत्व-मूर्तत्व-अमूर्तत्व-सक्रियत्व-अक्रियत्व-वर्ण-गन्ध-रस-स्पर्श-गतिहेतुत्व-स्थितिहेतुत्व-अवगाहनाहेतुत्व-वर्तनाहेतुत्वम्
इमेऽष्टादश विशेषा गुणा भवन्तीत्यर्थः॥६, ७||