________________
१३८
श्रुतदीप-१
ચોવીસજિન સ્તુતિ કડી -૨૭) બનાવી છે. તે સિવાય પણ સ્તોત્ર સ્તવન બનાવ્યાં છે.'
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧ મધ્યકાલ)માં ૨૯ કડીનું યાદગુણકથનવીર સ્તવન નોંધાયેલું મળે છે. કૃતિમાં કલ્યાણસાગરસૂરિના નામનો ઉલ્લેખ છે. તે જોતાં આ કૃતિ અચલગચ્છના કલ્યાણસાગરસૂરિના શિષ્ય જ્ઞાનસાગરની રચના છે તેવું અનુમાન થઇ શકે. તેમનું બીજું નામ ઉદયસાગરસૂરિ છે. સ્તવનને અંતે પુણ્યમહોદય એવો ઉલ્લેખ તેમના નામને ઇગિત કરે છે. તેમનો જન્મ સં. ૧૭૬૩ માં થયો હતો. તેઓ નવાનગર (જામનગર) ના કોષ વંશના શા. કલ્યાણજીના પુત્ર હતા. તેમની માતાનું નામ જયવંતી હતું. તેમનુ નામ ઉદયચન્દ્ર ગોવર્ધન હતું. તેમણે ૧૭૭૭માં દીક્ષા લીધી હતી. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વિદ્યાસાગરસૂરિના શિષ્ય થયા. તેમનું દીક્ષા સમયનું નામ જ્ઞાનસાગર હતું. સં. ૧૭૯૭માં તેમને આચાર્યપદ અને ગચ્છાધિપતિ પદ મળ્યું. તેમણે પારસીઓને ધર્મ સમજાવ્યો હતો. તેમનો કાળધર્મ સં ૧૮૨૬ આસો સુ ૨ ના થયો હતો. તેમની સાત રચનાઓનો ઉલ્લેખ મળે છે.
૧). ગુણવર્મા રાસ (૬ અધિકાર, ૯૫ ઢાળ ૪૩૭૧ કડી. રચના સં ૧૮૯૭) ૨) કલ્યાણસાગરસૂરિનો રાસ (પર ઢાળ સં ૧૮૨૪, રચના સં ૧૭૩૨.) ૩) ભાવપ્રકાશ- (૯ ઢાળ, રચના સં. ૧૯૮૭) ૪) સમકિતની સઝાય- રચના સં ૧૭૩૦ ૫) ચોત્રીસ અતિશયના છંદ- (૧૧ કડી) ૬) સ્થૂલભદ્ર સઝાય ૭) ષડું આવશ્યક સઝાય
આ સિવાય સ્નાત્ર પંચાશિકા (રચના એ ઇ ૧૭૩૮), કલ્પસૂત્ર લઘુવૃત્તિ (ઇ. ૧૭૪૮), શ્રાવકવૃત્તકથા, શાન્તિનાથ ચરિત્ર વગેરે પણ બનાવ્યા છે. મધ્ય કાળમાં જ્ઞાનસાગર નામના આઠ કૃતિકાર થયા છે. તેમાં કયા જ્ઞાનસાગરજીએ આ રચના કરી છે. નિશ્ચિત કહી શકાય તેવું નથી.
૧. સંદર્ભ- ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧ (મધ્યકાલ)પત્ર-૫૧