________________
આ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી શિષ્ય રચિત સ્યાદ્વાદગર્ભિતવીરજિનસ્તવન
(અર્થ)
(ઢાલ ૧) ત્રિશલામાતાના પુત્ર શાસનપતિ મહાવીરદેવ તમારો જય થાઓ તમારી સામે હાથ જોડી હંમેશા વિનંતિ કરું છું કે સ્યાદ્વાદની પવિત્ર અને શુભ રીત પ્રકાશો. (૧)
આપ ભોગોનો ત્યાગ કરી યોગનો સ્વીકાર કરી સંયમી થયા. દ્રવ્યથી વાળનો અને ભાવથી કી
પાયનો લોચ કરી વિષયની તૃષ્ણાનું દમન કરીને પરીષહના સમૂહને જીતીને સમાધિદશા ધારણ કરી આત્માના સહજ સ્વભાવની ઋદ્ધિ પ્રાપ્ત કરી. (૨)
કેવળજ્ઞાનરૂપી સૂર્ય એવા આપ તીરથ સ્થાપવા માટે બુદ્ધિ અને કદાગ્રહરૂપી કાદવથી પાર ઉતારવા ધર્મની દેશના આપો છો. આ દેશના ભવ્યજીવોના શિવસુખનું કારણ થાય છે. (૩)
એકાંતનિત્યતાવાદમાં જે દોષ છે તે આપે દૂર કર્યા. તેજ રીતે એકાંતઅનિત્યતા પક્ષનો પણ સ્વીકાર નથી કર્યો. આ બન્ને એકાંતરહિત નરસિંહની જેમ નિત્યાનિત્યપક્ષ તું કહે છે તે પક્ષની શ્રદ્ધા સમકિતી વિના કોણ કરી શકે ?(૪)
દ્રવ્યાતિકનય એમ કહે છે કે- દ્રવ્ય જ નિત્ય છે અને અન્વયી છે. (અન્વયી = દરેક પદાર્થમાં એક સ્વરૂપે જણાય છે. તે અનેક આકાર ધારણ કરે છે પણ તેનો નાશ થતો નથી. અસત્ વસ્તુની ઉત્પત્તિ થતી નથી. સત્ વસ્તુનો નાશ થતો નથી. દ્રવ્યાસ્તિકનય એકાંતે અભેદ માને છે. (૫).
પર્યાયસ્તિકનય એમ કહે છે કે– વસ્તુની વસ્તુતા ગુણના સમૂહથી જ હોય છે. દ્રવ્ય અને પર્યાય માટે ભિન્ન શબ્દનો પ્રયોગ થાય છે, તે કાર્યના બે ભેદને કારણે છે. દ્રવ્ય ઘણા બધા ધર્મનો સમુદાય છે તેથી
અતિરિક્ત નથી. આ રીતે પર્યાયાસ્તિક નય પ્રતિષેધ પ્રધાન છે. આ બન્ને નયને તે અર્પિત-અનર્પિત રૂપે સિદ્ધ કર્યા છે તેથી તે બન્ને તારા આગમમાં વ્યાપી ગયા છે. આ બન્ને નયને સ્યાત્ પદનું રસાયણ આપી તે ધારણ કર્યા છે તેથી તે ખરાબ ધાતુ જેવા હોવા છતાં સોના રૂપે ફેરવાઈ ગયા છે. (૬)
જે વસ્તુ જે સ્વરૂપે હોય તે સ્વરૂપને તેનો અસ્તિતાધર્મ કહેવાય છે. વસ્તુમાં બીજા ધર્મો ન હોવા તે તેમની નાસ્તિતા છે. અસ્તિતા નાસ્તિતા સ્વભાવી અને ક્રમભાવી વિશેષ ધર્મથી થાય છે(૮)
ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણ ધર્મ માં હોય તે સત્ કહેવાય છે. તેને વસ્તુ કહેવાય છે. તેમાં એકનો પણ અસ્વીકાર કરીએ તો બીજા બે પણ અસ્વીકૃત બની જાય છે. દ્રવ્ય એ કારણ છે, ગુણ અને પર્યાય કાર્ય છે. આ દ્રવ્યપર્યાયવાદ સદાગમમાં રહે છે. (૯)