________________
સ્યાદવાદગર્ભિતવીરજિનસ્તવન
આ સ્તવનનું નામ સ્યાદવાદગર્ભિતવીરજિનસ્તવન છે. તેની ત્રણ ઢાલ છે. પ્રત્યેક ઢાળમાં નવ નવ ગાથા છે. આમાં કુલ ૨૭ કડી છે. આ સ્તવનમાં સ્યાદ્વાદની સ્તુતિ કરવામાં આવી છે. પહેલી ઢાળમાં કેવલ નિત્યવાદ અને કેવલ અનિત્યવાદમાં દોષ દર્શાવવામાં આવ્યા છે. તેમાં દ્રવ્યાસ્તિક નય અને પર્યાયાસ્તિક નયની સમજ આપવામાં આવી છે. બીજી ઢાળમાં સપ્તભંગીનું વર્ણન છે. ત્રીજી ઢાળમાં અશુદ્ધ પ્રરૂપણાના દોષો બતાવવામાં આવ્યા છે. અને શુદ્ધ પ્રરૂપણાના વખાણ કરવામાં આવ્યા છે. અંતમાં કવિએ ભગવાન પાસે શુદ્ધપ્રરૂપકતા ગુણની માંગણી કરી છે.
આ કૃતિના કર્તા કલ્યાણસાગરસૂરિજીના શિષ્ય છે. કર્તાએ પોતાનું નામ કૃતિમાં લખ્યું નથી.
પ્રતનો બાહ્યપરિચય –આ કૃતિની હસ્તપ્રત શ્રી ગુજરાતી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘસંચાલિત હસ્તલિખિત ભંડારથી પ્રાપ્ત થઈ છે. ક્રમાંક-ડા. નં. ૧૬, પ્રત નં. ૧૦૧૫. પ્રતના બે પત્ર છે. દરેક પત્ર પર ૯ પંક્તિ છે. દરેક પંક્તિ પર ૩૮ અક્ષર છે. પ્રત સુવાચ્ય છે. લેખનપ્રશસ્તિ નથી. તેના આધારે લિપ્યુતર અને સંપાદન કર્યું છે. જીવનની ભાષા જેવી હતી તેવી જ રાખી છે. આના ૩ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૩ પંક્તિ છે. અને પ્રત્યેક પંક્તિમાં ૩૩ અક્ષર છે. પ્રતના અક્ષરો સ્પષ્ટ છે. લખ્યા પછી પ્રતને સુધારવામાં આવી છે. લેખકે મંગલ તરીકે શ્રીચોદ્રાવીય નમઃ કરીને સ્યાદવાદને નમસ્કાર કર્યો છે.
આ કૃતિ આ. શ્રીકલ્યાણસાગરસૂરિજીના શિષ્યએ બનાવી છે. ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧ મધ્યકાલ)માં આ અથવા આના જેવા નામની કૃતિની નોંધ મળે છે. (પત્ર નં ૧૪૮) તેમાં આ કૃતિ સ્યાદવાદગુણકથનવીર સ્તવનના નામે નોંધાઇ છે. મુદ્રિત નહિ હોવાને કારણે તે આ જ કૃતિ છે કે અન્ય તે કહી શકાતું નથી.
કૃતિના અંતે કર્તાએ પોતાના ગુરુનું નામ કલ્યાણસાગર એવું જણાવ્યું છે. કલ્યાણસાગરસૂરિ નામના બે આચાર્ય થયા છે.
એક- સોળમી સદીમાં અચલગચ્છના કલ્યાણસાગરસૂરિ. બીજા - સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા તપાગચ્છના કલ્યાણસાગરસૂરિ.
તપાગચ્છ કલ્યાણસાગરસૂરિ વિષે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. અંચલગચ્છના કલ્યાણસાગરસૂરિનો જન્મ સં ૧૬૩૩ માં થયો હતો. અથવા સં. ૧૭૧૮માં થયો હતો. તેઓ વઢીયાર દેશના લોલાળા ગામના વતની હતા. તેમના પિતાનું નામ નાનિક કોઠારી હતું. માતાનું નામ નામિલદે હતું તેમનું નામ કોડણ હતું. તેમણે ૯ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. તેમના ગુરુનું નામ ધર્મમૂર્તિ હતું. ૧૬ વર્ષની ઉંમરે સં ૧૬૪૯માં તેમને આચાર્યપદ મળ્યું હતું. ૧૭૩૭માં તેઓ ગચ્છનાયક થયા. તેમનો કાળધર્મ ભુજમાં થયો હતો. તેઓ અંચલ ગચ્છના પ્રભાવક આચાર્ય હતા. તેમણે અગડદા રાસ, વીશવિહરમાનજિન ભાસ અને