________________
१३०
श्रुतदीप-१
થયો છું. મારા ત્રણે ભવ નિષ્ફળ ગયા છે. હે! પ્રભુ! તમારા વિના અમારી પોકાર કોણ સાંભળશે? દયમાં વિચાર કરીને મારી ભ્રમજાળ તોડો તો આપની સેવા થશે (૧૩. ૧૨, ૧૩) | (ચોથી ઢાળ) હે! પ્રભુ! મારા અનેક પ્રકારના નિષ્ફળ ચરિત્રની વાત શું કામ કર્યું? આપ જગતના તમામ વર્તન એક સમયમાં જાણો છો. તમારાથી કંઈ અજાણ્યું નથી. (૪. ૧)
તમારી આગળ મારો જાણાવવાનો કોઈ અધિકાર નથી. આપ તો લોક અને અલોકના બધા વિચાર જાણો છો. (૪. ૨) તમે દીન અને હીનને ઉદ્ધરવામાં સમર્થ છો. તમારા જેવું બીજું કોઈ નથી. એટલે જ હું તમારું શરણ સ્વીકાર કરું છું. (૪. ૩)
તમારા જેવો કરુણાવંત બીજો કોઈ નથી અને મારા જેવો દીન-હીન કોઇ નથી. પ્રભુ! હું તમારી પાસે હું લક્ષ્મી કે નિધાન માંગતો નથી માત્ર મોક્ષ અપાવે એવો ધર્મ માંગું છું રત્નત્રયના નિધાન! મંગલનું સ્થાન! હે! પ્રભુ! મારું અખંડ કલ્યાણ કરો. (૪. ૪, ૫)
આ રીતે મહાવીર જિનેંદ્રનું સ્તવન કરતા આનંદ વર્તે છે. પ્રભુ પાસે રહેતા મારી નાવ ક્યારેય દરિયામાં ડૂબતી નથી. (૪. ૬)
જેમનું ઘોઘાબંદરમાં ઉદાર મંદીર છે, જે ધર્મરૂપી વહાણના મુખ્ય સ્તંભ સમાન છે. આ મંદિર સંસાર સમુદ્રને પાર કરવામાં સમર્થ છે તે શ્રીનવખંડા પાર્શ્વનાથ ભગવાનની કૃપાથી ભવભય નિર્બલ થયો અને વૃદ્ધિવિજયજી નામના ગુરુની સેવાથી મારા મનવાંછિત સિદ્ધ થયાં. (૪. ૭, ૮).
પ્રભુના ગુણોનું ધ્યાન કરવામાં ગંભીર, જૈન મતના પ્રેમી એવા કાલિદાસ ભટ્ટના આગ્રહથી મેં આ રચના કરી. હું કવિ પંડિત કે ધીર નથી. (૪. ૯) આ સ્તવનની રચના વિ. સં. ૧૯૨૬માં ઘોઘા ચોમાસામાં આસો વદ બારસના શુભદિવસે ઉલ્લાસથી કરી છે. (૪. ૧૦)