________________
रत्नाकर स्तवन
१२९
અરતિ કરી. હું વિષયમાં અંધ બન્યો. તે મને કહેતા પણ શ૨મ આવે છે. તમે બધું જાણો છો. મેં કામવશીકરણ વગેરે મન્ત્ર કર્યા. તન્ત્ર પ્રયોગ કરીને નવકા૨ મન્ત્રને હણ્યો. કામશાસ્ત્ર શીખવામાં એટલો આનંદ આવ્યો કે મેં આગમ વાણીનો ભંગ કર્યો. કુદેવ, કુસંગથી મારી બુદ્ધિ દોષિત થઇ. તેથી હું ઘણા આનંદથી ખરાબ કુકર્મ કરું છું. હે! પ્રભુ! મેં આ રીતે સમકિત રત્નને ખોઇ નાખ્યું છે. મારુ હિત અને મારું સુખ કેવી રીતે થશે ? (૨. ૬-૧૨)
(ત્રીજી ઢાળ) હે ! ત્રિશલાના નંદન ! મોહન મુખવાળા સ્વામિ ! મારી વાત સાંભળો. દષ્ટિ માર્ગમાં આવેલા તમને છોડીને મૂઢમતિ એવા મેં હ્રદયમાં નારીનું ધ્યાન કર્યું. તેના શરીરના અવયવો જોયા. સ્ત્રીનું મુખ જોવા લાગ્યો ત્યારે મારા મનમાં મેલ લાગ્યો. આ મેલ નિર્મલ અમૃતના સમુદ્રથી ધોવા છતાં પણ ન ગયો. તેને ધોતાં હૃદયમાં ઘણું દુ:ખ થયું. (૩. ૧-૨)
મારામાં કોઇ ગુણ નથી. કોઇ વિશેષ પ્રકારની કળા નથી. લોકોને આંજી નાંખે તેવી સાહેબી નથી. છતાં પણ હું ખોટા અભિમાનથી કદર્થના પામ્યો. મારું આયુષ્ય ઘટે છે પણ પાપની બુદ્ધિ ઘટતી નથી. જીવન જતું રહ્યું છતાં વિષયની બુદ્ધિ ન ગઇ. મેં શરીરને પોષવાનો પ્રયત્ન કર્યો, ધર્મને પોષવા પ્રયત્ન ન કર્યો. હે ! નાથ ! હું મોહના ભ્રમમાં ફસાઇ ગયો. (૩. ૩-૪)
આત્મા નથી, પુણ્ય નથી, પાપ નથી એવી કડવી વાતો નાસ્તિક માણસ બોલે છે. એવી વાતો પણ મને દહિ અને ઘી જેવી મીઠી લાગે છે. આપના જેવા કેવલજ્ઞાની પ્રભુ મળવા છતાં મારી આ દશા છે. (૩. ૫)
મેં પ્રભુની પૂજા નથી કરી, સંઘની પૂજા નથી કરી. મને સાધર્મિક કે સાધુઓ ગમતા નથી. મને મનુષ્ય જન્મ વિગેરે જે સામગ્રી મળી છે તે અરણ્યરુદનની જેમ નિષ્ફળ ગઇ છે. (૩, ૬)
આ ભરતક્ષેત્રમાં કામધેનુ કે કલ્પવૃક્ષ કે ચિંતામણિરત્ન મળવા છતાં મેં તેમનું જ રટણ કર્યું, પ્રત્યક્ષ સુખને આપના૨ ધર્મની અવગણના કરી. ભગવાન ! મારી મૂર્ખતા જૂઓ. (૩. ૭)
મેં ઉત્તમ ભોગોને સહજતાથી ભોગવ્યા પણ તે રોગના ખીલા છે તેવું જાણ્યું નહિ. રાત દિવસ આવતા ધનને હું ચાહું છું પણ આવતા મરણને જોઇ શકતો નથી. ક્ષણે ક્ષણે સંસારને યાદ કરી કરીને હું નરકગતિનો બંધ કરી રહ્યો છું તે જાણ્યું નહિ. (૩. ૮-૯)
મોહને પરાધીન થઇને મેં બહુ અધર્મ અને પાપ કર્યા. મારું કાર્ય સિદ્ધ થયું નહિ. મેં સાધુમાં સાધુની બુદ્ધિ ન રાખી. ૫૨ ઉપકારમાં શુદ્ધિ પણ ન રાખી તીર્થનો ઉદ્ધાર ન કર્યો. હું એમ જ જનમ હારી ગયો. (૩. ૧૦)
ગુરુનો ઉપદેશ સાંભળીને મારા મનમાં વૈરાગ્ય થયો નહિ. દુર્જનના વચનો સાંભળીને સમતા રાખી નહિ. અધ્યાત્મને લેશ પણ ધારણ કર્યો નહિ. હે ! દેવ ! હું સંસાર સાગરથી તરવા યોગ્ય કેવી રીતે છું ? (૩. ૧૧)
મેં ૫૨ભવમાં ધર્મ કર્યો છે કે નહિ એ જાણતો નથી. ગયા ભવમાં ધર્મ નથી કર્યો તેથી આ ભવમાં દીન