________________
१२८
श्रुतदीप-१
અસર છે. સંક્ષેપમાં તેનો સાર પ્રસ્તુત છે.
(પહેલી ઢાળ) ત્રણ જગતના નાથ, સમુદ્ર જેવું જ્ઞાન ધારણ કરનારા પરમાત્મા ! તમે જય પામો. આ ધ્રુવપંક્તિમાં કવિએ ભગવાનના નામને સમુદ્રની ઉપમા આપી છે. સ્તવનનું રત્નાકર એ નામ સાર્થક કર્યું છે. કવિ કહે છે - હે ! ભગવાન ! તમે મોક્ષરૂપી લક્ષ્મીને રહેવા માટે મંગલઘર સમાન છો. ઇન્દ્રો અને રાજાઓ તમને નમસ્કાર કરે છે. આપ અતિશય જ્ઞાની છો. ત્રણ જગતના આધાર છો, કરુણાના અવતાર છો, સંસારના વિકારો રોગ જેવા છે તેને સાજા કરવી અઘરું કામ છે. આપ તેને દૂર કરવામાં કુશલ વૈદ્ય જેવા છો. તેથી આપની આગળ હું અરજ કરું છું. વીતરાગ, જાણકાર અને અતુલ એવા ભગવાન ! તેને તમે અવધારજો. મારી ઉપર જે કંઈ વીત્યું છે. તે હું મૂરખની જેમ સાવ નાનું બાળક અનુચિત કૃત્યને માતાપિતા સમક્ષ કહેતા લજ્જા કરતું નથી, વિકલ્પ કરતું નથી તે રીતે હીન ભાવના આશ્રય મારા મનમાં રહેલા હીન ભાવો જે જે રીતે વર્તે છે તે મનના સંતાપ સાથે કહું છું. (૧. ૧-૬)
આ પછીની ગાથામાં ચાર પ્રકારના ધર્મને નજર સામે રાખી કવિ આત્મનિંદા કરે છે. દાન કરવાથી દુર્ગતિ દૂર થાય છે તેમ છતાં મેં અભયદાન કે સુપાત્ર દાન આપ્યું નથી. શીલ પાળવાથી સદ્ગતિ મળે છે છતાં મેં શુદ્ધ મનથી શીલ પાળ્યું નથી. તપ કરવાથી કર્મ દૂર થાય છે. મેં નિરાશંસ ભાવે બાર પ્રકારનું તપ કર્યું નથી. ભાવના સંસારના ભયને હરે છે છતાં મેં શુભ મનથી અંશ માત્ર પણ ભાવના ભાવી નથી. પરભવમાં જવા માટે પુન્ય રૂપી ભાથું બાંધ્યું નથી. હે ! દેવ ! મારી કઈ ગતિ થશે ? મારો આ ભવ નિષ્ફળ ગયો કેમ કે અનાદિના સંસ્કાર તૂટ્યા નથી. (૧. ૭-૯)
(બીજી ઢાળ) હે ! શાસનપતિ! અંતર્યામી! મહાવીર સ્વામી! તમને મસ્તક નમાવીને કહું છું તે સાંભળો. હું ક્રોધ રૂપી અગ્નિથી બળેલો છું. મદ અને લોભ રૂપી સાપ મને નડે છે. અભિમાન રૂપી અજગર મને ગળી ગયો છે. માયા રૂપી જાળે તાણીને બાંધ્યો છે. આ ચાર કષાયોને કારણે મારી શુદ્ધિ જતી રહી છે. ભગવાન ! તમારી ભક્તિ કેવી રીતે કરું ? મેં પરભવનું હિત પણ કર્યું નથી. આ ભવનું સુખ પણ પામ્યો નથી. મારો જન્મ સંસાર પૂરો કરવાને માટે થયો છે. (૨. ૧-૩)
ભગવાન ! તમારો ચહેરો ચંદ્ર જેવો મનોહર છે, લક્ષણથી યુક્ત છે, જગતનાં દુઃખને ચૂરનારો છે, આનંદના રસની સરવાણી છે. તે જોવાં છતાં મારું પત્થર કરતાં પણ કઠણ મન આનંદ પામતું નથી. મારા મનની નિષ્ફરતાનું કારણ કર્મ છે. તેનો મર્મ પ્રભુ ! તું જાણે છે. પ્રભુ! તારા થકી મને દુર્લભ રત્નત્રયી મળી પણ મોહની નિદ્રામાં સૂતા રહીને મેં ગુમાવી દીધી. તમારા જેવો દયાળુ બીજો કોઇ દેખાતો નથી. મારો પોકાર સાંભળીને મારું ખોવાયેલું ધન પાછું મેળવી આપો. (૨. ૪-૬)
હું બીજાને ઠગવા વૈરાગી બન્યો છું. લોકોને ખુશ કરવા ધર્મોપદેશ કરું છું. બીજાને જિતવા માટે વિદ્યાભ્યાસ કરું છું. એક પણ વાર મેં આત્માનું હિત કર્યું નથી. જગતના મિત્ર એવા હે! પ્રભુ! મારા હસવા જેવા ચરિત્ર કેટલાં કહું ? મેં બીજાની નિંદા કરી મુખને દોષિત કર્યું. પારકી સ્ત્રી જોઇને નેત્રને મેલાં કર્યાં. મનમાં બીજાને દુઃખી કરવાના વિચાર કર્યા. પ્રભુ ! મારી શી ગતિ થશે ? કામદશાને વશ થઈ સંયમમાં