________________
रत्नाकर स्तवन
૨૭
શ્રીધર્મઘોષસૂરીશ્વરજીની છે. પાસે જ સમવસરણમંદિરમાં ધાતુનું સોળમી સદીના આરંભનું સુંદર સમવસરણ છે. મુખ્ય મંદિરની બાજુમાં શ્રી સુવિધિનાથ ભગવાન તથા શાંતિનાથ ભગવાનનું મંદિર છે. ગામમાં શ્રી ચંદ્રપ્રભ ભગવાનના મંદિરની બનાવટ રાજા કુમારપાળના સમયની માનવામાં આવે છે. આ જ મંદિરમાં શ્રી વિજયદેવસૂરીશ્વરજીની ચરણપાદુકાઓ વિ. સં. ૧૭૧૬માં પ્રતિષ્ઠિત કરેલી છે. બીજાં ઘણાં પ્રાચીન અવશેષો પણ છે. ગામની દક્ષિણ બાજુએ શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાનનું સુંદર મંદિર છે. આ મંદિરમાં વિ. સં. ૧૩૫૭માં પ્રતિષ્ઠા કરેલી એક ભવ્ય ગુરુમૂર્તિ છે. લેખ ઘસાઈ જવાના કારણે આ આચાર્યશ્રીનું નામ જાણી શકાતું નથી.'
| વિ. સં. ૧૯૨૮માં શ્રી વૃદ્ધિવિજયજી મહારાજે અહિં ચોમાસુ કર્યું હતું. તેમના ચોમાસામાં કાલિદાસ ભટ્ટ નામના બ્રાહ્મણ જૈન ધર્મથી પ્રભાવિત થયા. તેમની વિનંતિથી શ્રી વૃદ્ધિવિજયજી મહારાજના શિષ્યએ આ સ્તવનની રચના કરી છે. આસો વદ બારસના દિવસે આ કૃતિ રચાઈ છે. કૃતિમાં કર્તાના નામનો ઉલ્લેખ નથી. પ્રાયઃ આ પ્રત કર્તાના હાથે લખાયેલી છે.
શ્રી રત્નાકર સ્તવનની હસ્તપ્રત શ્રી વર્ધમાન જૈન આગમ જ્ઞાનભંડાર કાત્રજ, પુણેની છે. તેનો ક્રમાંક ૪૩ર છે. આ પ્રત પૂ. આ. ભ. શ્રી હર્ષસાગર સૂ. મ. ની પ્રેરણાથી મળી છે. પ્રતના બે પત્ર છે. દરેક પત્ર પર ૧૫ પંક્તિ છે. દરેક પંક્તિમાં ૩૫ અક્ષર છે. પ્રતને અંતે નાળતા અનાગતા મૂક્યૂ ઓછું કરવું તવાનું હોય અથવા વિધિમાસાતના થડ઼ હોય તેનું મિચ્છા મિ દુકું છું આ લખાણ જોઈને પ્રત કર્તાના હાથે લખાઈ છે તેવું અનુમાન કર્યું છે. સામાન્ય રીતે પુષ્યિકામાં પ્રતિલેખક પ્રતનો લેખન સમય ઇત્યાદિ વિગત જણાવે છે. અને લખાણ વિષે જણાવે છે. ઉપર્યુક્ત લખાણ કૃતિ વિષયક હોવાની સંભાવના વધુ છે. મધ્યકાલીન કૃતિ સૂચિમાં રત્નાકરસ્તવન નામની કૃતિ નોંધાઈ નથી તેથી આ અપ્રગટ કૃતિ છે એવું જણાય છે. ક્યાંક કોઈ સંશોધન પત્રમાં છપાઇ હોય તો ખબર નથી.
સંપાદન કરતાં અશુદ્ધ જણાતા પાઠ સાથે () કોષ્ટકમાં શુદ્ધ પાઠ દર્શાવ્યા છે. પડી ગયેલા પાઠ [ ] કોષ્ટકમાં જણાવ્યા છે. સંદિગ્ધ પાઠની નીચે અધોરેખા કરી છે.
આ કૃતિની ચાર ઢાળ છે. પહેલી ઢાળમાં ૮ કડી છે. બીજી ઢાળમાં ૧૧ કડી છે. ત્રીજી ઢાળમાં ૧૩ કડી છે. ચોથી ઢાળમાં ૧૦ કડી છે. આમ કુલ ૪૨ કડીનું જીવન છે.
ષોડષક નામના શાસ્ત્રમાં સ્તોત્ર પૂજાનું વર્ણન આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે બે પ્રકારના સ્તોત્રનું વર્ણન કર્યું છે. ૧) ભક્તિ ગર્ભિત સ્તોત્ર, ૨) આત્મનિંદાગર્ભિત સ્તોત્ર. ભક્તિગર્ભિત સ્તોત્રમાં ભગવાનનાં શરીરની મહત્તા ગાવામાં આવે છે, આચારની મહત્તા ગાવામાં આવે છે, ગુણોની મહત્તા ગાવામાં આવે છે. આત્મનિંદાગર્ભિત સ્તોત્રમાં રાગ, દ્વેષ મોહને કારણે પોતે કરેલા પાપોનું નિવેદન કરવામાં આવે છે. સ્તોત્ર દ્વારા વિશેષ શુભ ભાવ જન્મે છે. વિદ્યમાન ગુણોની સ્તવનાથી મોક્ષનો અભિલાષ જન્મે છે અને તેનાથી પરમાત્મા સાથે એકાકારતા અનુભવાય છે. ષોડષક ૯-૬, ૭, ૮) ગુજરાતી ભાષામાં બન્ને પ્રકારનાં સ્તવનોની રચના થઇ છે. પ્રસ્તુત રત્નાકરસ્તવન આત્મનિંદાગર્ભિત છે. આ કૃતિ ઉપર રત્નાકર પચીસીની