________________
પ્રશમરતિવિજયજી મ.નો સ્નેહભાવ તેમજ તપસ્વી મુનિરાજ શ્રીસંયમરતિવિજયજી મ. પ.પૂ.આ.દેવશ્રીવિજય રામસૂરીશ્વરજી મ. (ડહેલાવાળા)ના શિષ્યરત્ન પપૂ.આ.દેવશ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ. (ડહેલાવાળા)ના શિષ્યરત્ન મુનિરાજ શ્રી જિનરત્નવિજયજી મ.ના શિષ્યરત્ન મુનિરાજ શ્રી પ્રભુશાસનરત્નવિજયજી મ. તથા પરમ પૂજ્ય સાધ્વીજી શ્રીહર્ષદેખાશ્રીજીમ.ના શિષ્યા સાધ્વીજી શ્રીજિનરત્નાશ્રીજી મ. સા.શ્રી મધુરહંસાશ્રીજી મ. સા.શ્રી ધન્યહંસાશ્રીજી મ.નો નિરપેક્ષ સહાયકભાવ મારી પ્રત્યેક પ્રવૃત્તિની આધારશિલા છે. તેમના ઉપકારોથી મુક્ત થવું સંભવ નથી.
સંપાદનના આ કાર્યમાં મને પૂજ્ય આ.શ્રી મુનિચંદ્રસૂ.મ.તરફથી માર્ગદર્શન, પ્રેરણા તેમજ સહાયતા પ્રાપ્ત થતી જ રહે છે. તેમની ઉદારચિત્તતાને શત શત નમન. જે મહાત્માઓ તેમ જ સંચાલકોએ ઉદારભાવે હસ્તપ્રત મેળવી આપી તેમનો ઋણી છું. સંપાદન કાર્યમાં શ્રુતભવન સંશોધન કેંદ્રના બધા સંશોધન સહકર્મિઓએ ભક્તિભાવથી સહકાર્ય કર્યું છે. તેથી તેઓ સાધુવાદને પાત્ર છે. આ ગ્રંથનું યથામતિ શુદ્ધ સંપાદન કરવાનો પ્રયાસ કર્યો છે. તેમ છતાં પણ પ્રમાદવશ કોઈ અશુદ્ધિઓ રહી ગઈ હોય તો વિદ્વાન પાઠકગણ સંપાદકના પ્રમાદને અને ભૂલને ક્ષમા પ્રદાન કરશે તેવી વિનમ્ર પ્રાર્થના છે.
- વૈરાગ્યરતિવિજય
વિ.સં. ૨૦૭૧, ભાદરવા વદ ૧૦ શ્રુતભવન, પૂણે