________________
(૪૮)
આ લેખ સાગર નામની પત્રિકાના ઈ. સ.૧૯૧૮ના વર્ષમાં પ્રકાશિત થયેલ અંક નં. ૨માં પ્રકાશિત થયેલ છે. આ લેખ આ. શ્રી કૈલાસસાગરસૂ. જ્ઞાનમંદિ૨,કોબાથી પ્રાપ્ત થયો છે.
અપ્રાપ્ય કૃતિઓ
આ સિવાય અજ્ઞાત કર્તૃક સપ્તનય રાસ અને તેનો બાલાવબોધ, સપ્તનયક્રમ આદિ કૃતિઓના નામ ઉપલબ્ધ થાય છે. પણ તેની અન્ય વિગતો મળતી નથી.
૧) સપ્તનય વિચા૨ સ્તવન : આ.શ્રી વિ.જ્ઞાનવિમલ સૂ.મ.એ આ નામે કૃતિ રચી છે તેવી નોંધ જ્ઞાનવિમલભક્તિપ્રકાશમાં પણ છે. ગુજરાતી સાહિત્ય કોશ(ખંડ ૧)માં આ કૃતિને ગદ્ય જણાવાઇ છે.' તેની એક પ્રત પાટણના ભંડા૨માં છે. તેનો ક્રમાંક ૧૪૪૦૭ છે. (પાક્ષિકખામણા બાલાવબોધ સાથે) આ પ્રતમાં સપ્તનયવિચાર સ્તવન નામની અપ્રગટ કૃતિ દેખાતી નથી. પ્રત મળે ત્યારે આ અપ્રગટ કૃતિ વિષે વધુ જાણકારી મળશે.
૨) નયપ્રકાશ રાસ : આ નામની કૃતિની નોંધ મધ્યકાલીન ગુજરાતી કૃતિ સૂચિમાં તેમ જ ગુજરાતી સાહિત્ય કોશ ખંડ ૧ માં છે. તેના કર્તા પીંપલગચ્છના મુ.પુણ્યસાગરજી છે. તેઓ સત્ત૨મી સદીમાં આ.શ્રીલક્ષ્મીસાગર સૂ.ના શિષ્ય આ.શ્રીવિનયરાજ સૂના શિષ્ય આ.શ્રીકર્મસાગર સૂ.ના શિષ્ય હતા. કૃતિનો રચનાકાળ વિ.સં.૧૬૨૧ છે. આ કૃતિની હસ્તપ્રત વિષે માહિતી મળી નથી. શ્રીપુણ્યસાગર નામના ત્રણ વિદ્વાનની માહિતી ઉપલબ્ધ છે. તેમાં બે ખરતર ગચ્છના છે અને એક પીંપલગચ્છના છે.
૩) નયરાગગીત કર્તા- અજ્ઞાત. આ પ્રત શ્રી સિદ્ધિ મેઘ મનોહર હસ્તલિખિત શાસ્ત્રસંગ્રહ ભાગ-૨, અમદાવાદમાં છે. ક્રમાંક-ડા.૧૦૬/પ્ર.૫૨૪૧ છે.
કોબાથી પ્રાપ્ત થયેલ સૂચિમાં નય વિષે અન્ય કૃતિઓની નોંધ મળી છે. તેની પ્રત કે સ્થળની માહિતી મળી નથી તેથી અહીં તેમનો કેવળ નામોલ્લેખ કરીને જ સંતોષ માનવો રહ્યો.
૪) સપ્તનયવિચા૨: કર્તા-અજ્ઞાત જૈન શ્રમણ, આદિવાક્ય-પ્રથમ પ્રમાણ નય લક્ષણ.
૫) સપ્તનયસંક્ષિપ્તસ્વરૂપઃ કર્તા- અજ્ઞાત જૈન શ્રમણ, આદિવાક્ય-અનંત ધર્માત્મક વસ્તુનઉ ૬) નૈગમાદિ સપ્તનય વિવ૨ણઃ કર્તા- અજ્ઞાત આદિવાક્ય-નૈગમ,સંગ્રહ, વ્યવહાર.
કૃતજ્ઞતા
મારા પ૨મ ઉપકારી ગુરુદેવ ૫૨મ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા, પિતૃગુરુદેવ પરમ પૂજ્ય મુનિપ્રવ૨શ્રી સંવેગરતિ વિજયજી મ.સા.ની પાવન કૃપા, બંધુમુનિવરશ્રી
૧. જૂઓ-પૃ.૧૪૭
૨. જૂઓ ગુજરાતી સાહિત્ય કોશ ખંડ ૧.પૃ-૨૪૯