________________
(૧૭)
ખંડ ૪ અર્વાચીન ગુજરાતી કૃતિ
(૪.૧) ગુજરાતી પદ્યાત્મક દાર્શનિક કૃતિઓ
આ પરિચયાત્મક લેખ જાણીતા વિદ્વાન પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયાએ એમ.એ) લખ્યો છે. તે જૈનધર્મપ્રકાશ ઈ. સ.૧૯૬૮ના વર્ષ વૈશાખ મહિનાના સાતમા અંકમાં છપાયો છે. લેખમાં પ્રો. હીરાલાલભાઈએ ૨૬ કૃતિઓનો પરિચય આપ્યો છે. તેમાં સપ્તનયવિવરણ રાસનો ઉલ્લેખ છે. અહીં બાવીસમી કૃતિ તરીકે નયચક્રરાસનો ઉલ્લેખ છે. તે વસ્તુતઃ ગુજરાતી પદ્યકૃતિ નથી પણ દિગંબર પંડિત દેવસેન કૃત નયચક્ર પર નિબંધ જેવી કૃતિ છે. તેની હસ્તપ્રત જોતાં આ માહિતી મળી છે. લેખમાં હીરાલાલભાઈને દાર્શનિક શબ્દ દ્વારા તત્ત્વજ્ઞાનાત્મક કૃતિઓ અભિપ્રેત હશે તેમ જણાય છે. કેમ કે જે કૃતિઓનો પરિચય પ્રસ્તુત થયો છે. તેમાંની મોટા ભાગની કૃતિઓ પ્રકરણ ગ્રંથનો વિષય ધરાવે છે.આ લેખ શ્રી મહાવીર જૈન આરાધના કેંદ્ર કોબા સંચાલિત આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરથી પ્રાપ્ત થયો છે. (૪.૨) સપ્ટનયનું સંક્ષિપ્ત સ્વરૂપ.
આ લેખ પૂજ્ય મુનિરાજ શ્રીકપૂરવિજયજી મ.એ લખ્યો છે અને તે આત્માનંદ પ્રકાશ વિ.સં. ૧૯૬૬ અંક ૭માં છપાયો છે. આ લેખમાં પૂજ્યશ્રીએ ઉપા. શ્રી વિનયવિજયજી મ.રચિત “નયકર્ણિકાના આધારે સાત નય, સપ્તભંગી, નિક્ષેપ અને પ્રમાણનું નિરૂપણ કર્યું છે. આ લેખ પણ આ. શ્રી કૈલાસસાગરસૂ. જ્ઞાનમંદિર, કોબાથી પ્રાપ્ત થયો છે.
(૪.૩) સપ્તનયાદિ અધિકાર
આ લેખ શ્રીઆત્મબોધ સંગ્રહ' નામના પુસ્તકમાં છપાયો છે. (પત્ર ૪૧૩થી૪૫૩) આના લેખકનું નામ લેખ સાથે દેખાતું નથી. પરંતુ પુસ્તકના પ્રારંભના પૃષ્ઠ ઉપર સંગ્રાહક તરીકે “આચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીના શિષ્ય આ. શ્રીચંદ્રસૂરિજીના શિષ્ય મુનિપુંગવ શ્રી ધર્મવિજયજી મ.ના શિષ્ય પુણ્યવિજય” આ પ્રકારનો ઉલ્લેખ મળે છે. પ્ર.શ્રી યેવલા જૈન સંઘ વિ. સં.૧૯૯૪) આ લેખમાં નયોનું કંઇક વિસ્તારથી વર્ણન છે. મધ્યકાળમાં રચાયેલી નય વિષયક ગુજરાતી કૃતિઓનો આધાર લીધો છે. સાથે જ દ્રવ્યાનુયોગનો વિષય પણ આવરી લીધો છે. ઉપાશ્રી દેવચંદ્રજી કૃત નયચકાલાપ પદ્ધતિમાં નયોના દિગંબર પદ્ધતિએ દર્શાવેલ ભેદનું વિવરણ પણ અહીં પ્રસ્તુત છે. અભ્યાસુઓ માટે આ લેખ ખાસ મનનીય સાબિત થશે. આ લેખ આ શ્રી કૈલાસસાગરસૂ, જ્ઞાનમંદિર, કોબાથી પ્રાપ્ત થયો છે.
(૪.૪) સપ્ટનયવિચાર
નયનો સામાન્ય પરિચય આપતા આ લઘુનિબંધના લેખક લઘુશ્રમણ છે. લઘુશ્રમણ' આ ઉપનામ પૂજ્ય આ. શ્રી કૈલાસસાગરસૂરિજી મ. સા.ના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રીસંયમસાગરજી મ.નું છે. એમ કોબાની સૂચિ જોતા જણાય છે.