________________
અવિદ્યમાન હોય તેવી વસ્તુ ઉત્પન્ન થતી નથી. દા.ત. માટીમાંથી ઘટ બનવાને બદલે પટ-વસ્ત્ર નથી બની જતી સૂતરમાંથી પટ બનવાને બદલે ઘટ-મઠ નથી બની જતી. અને જે વસ્તુ વિદ્યમાન હોય છે તે દરકે મૂળ સ્વરૂપે પૃવ હોય છે. અને પર્યાયને લઈને ઉત્પન્ન તથા નાશ થાય છે આ રીતે સાધક આત્મા પોતાના ચિત્તમાં રહેલા રાગ, દ્વેષ કે મોહજન્ય ચપળવૃત્તિઓ પર કાબૂ મેળવી ધ્યાનમાં સ્થિરતા પ્રાપ્ત કરે છે.
આ પ્રમાણે વીતરાગ પરમાત્માની આજ્ઞા અનુસાર તત્વોનું ચિંતન કરવાથી નિયમા દ્રષ્ટ ફળ તત્વોનો બોધ પ્રગટ થાય છે. ભાવગુણોનાં મહાસાગર એવા પરમાત્મા પ્રત્યેનાં બહુમાનથી જ રાગ - દ્વેષ - મોહ આદિનાં પ્રતિપક્ષ કર્મોનો પરમ ક્ષય થાય છે."
તે ઉપરાંત એકાંત અવસ્થાવાળા ક્ષેત્રનાં લાભો જણાવતાં આગળની ગાથા-૭૫માં આચાર્યશ્રી જણાવે છે કે, “અનવ્યસ્ત યોગવાળા યોગીઓને એકાંતસ્થાનમાં આવા પ્રકારનાં તત્વચિંતનમાં રાગાદિ પ્રતિપક્ષ ભાવનાના વિક્ષેપ થતો નથી. અને પ્રશસ્ત એવી યોગવશિતા પ્રાયઃ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રવિધિ અનુસાર એકાંતમાં બેસીને ચિંતવનની વિધિ હોવાથી તે વિધિ પ્રત્યેનાં બહુમાનને કારણે પ્રશસ્ત એવા યોગનાં અભ્યાસનું સામર્થ્ય પ્રગટે છે તે પ્રશસ્ત યોગવશિતા છે. સિદ્ધિની સમીપતાનો યોગ કરાવનાર પૂર્વે કહેલી ક્રિયાઓના વિષયવાળો અને સર્વ સ્થાને યથાર્થભાવવાળો એવા જ્ઞાનની એકાગ્રતાનો ઉપયોગ કર્યો છે. આ પ્રમાણે ઉપરોક્ત વિધિ મુજબ યોગના અભ્યાસથી રાગાદિવિષયક યથાર્થતત્વ પરિણતિ અને ચિત્તની સ્થિરતા પ્રાપ્ત થાય છે. તે ચિત્તની સ્થિરતા ભવાંતરમાં પણ સાથે આવે છે. તથા પરંપરાએ મુક્તિ પ્રાપ્તિનું પરમપ્રધાન કારણ બને છે." ૫.૧૦ ચાર યોગભાવનાનું વર્ણન
પૂર્વક્ત જણાવ્યા મુજબ રાગ-દ્વેષ-મોહ આદિનું ચિંતન કરવાથી જેમ યોગની પ્રાપ્તિ થાય છે, તેમ ચપળ વૃત્તિઓને સ્થિર કરવામાં અન્ય ઉપાય તરીકે મૈત્રી આદિ ચારભાવનાના સેવનનું વર્ણન છે. જેને ચાર યોગભાવના કહે છે. સામાન્યથી પૂર્વે કહેલ પદ્માસનાદિ વિધિ સાચવવા પૂર્વક જ પરમસંવેગી બનેલા આ યોગી આત્માઓ સત્વાદિમાં મૈત્રી આદિ ગુણોની ભાવના ભાવે છે. સર્વે જીવો વિષે મૈત્રી, ગુણાદિકને વિષે પ્રમોદ તથા કિલશયમાન અને અવિનીત જીવોને વિષે અનુક્રમે કરુણા અને માધ્યસ્થ ભાવનાઓ ભાવે છે.
અહીં ગ્રંથકારશ્રી વિધેયાત્મક બીજો માર્ગ બતાવે છે. જેને સામાયિક-પ્રતિક્રમણ-પૂજાતીર્થયાત્રા-પચ્ચકખાણ-સાધુસંતોની વૈયાવચ્ચ ઈત્યાદિ ઉપાદેય ભાવોની ઉપાસના એ વિધેયાત્મક ભાવે ગુણો છે. તે જ રીતે મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યસ્થ આ ચાર ભાવનાઓ મુક્તિ પ્રાપ્તિનો બીજો ઉપાય છે. (૧) મૈત્રી ભાવના : સર્વ જીવોને વિષે કોઈપણ જાતના ભેદભાવ વિના પોતાના આત્મ
વત મૈત્રી ભાવનાથી ભાવિત સાધક સર્વ જીવો પ્રત્યે ઉચિત પ્રવૃત્તિ કરે, હિતચિંતા કરે.
82