________________
(૪)
૫.૯.૧ રાગ - દ્વેષ - મોહનાં પ્રતિપક્ષ ભાવનથી પ્રગટ થતાં તત્વભાસનનું સ્વરૂપ :
ગાથા-૬૬માં આચાર્યશ્રી તત્વશાસનનું નીચે પ્રમાણે સ્વરૂપ જણાવે છે. શ્રુતજ્ઞાન અને ચિંતામય જ્ઞાનનો નિરાસ કરીને ત્રીજું ભાવનામય જ્ઞાન પ્રગટ થાય છે.
જે પરમ કલ્યાણનું કારણ છે. (૨) અસત પ્રવૃત્તિઓની નિવૃત્તિ કરાવનારું આ તત્વજ્ઞાન છે. અનાદિકાળથી મિથ્યાજ્ઞાનને
કારણે જે યોગમાર્ગથી વિપરીત પ્રવૃત્તિ થતી હતી તેમાં આ તત્વજ્ઞાનને કારણે નિવૃત્તિ
ઉત્પન્ન થાય છે. (૩) ચિત્તની સ્થિરતા પ્રાપ્ત થાય છે. પરમ કલ્યાણકારી એવું આ તત્વજ્ઞાન પ્રાપ્ત થવાથી
જીવનમાંથી જેમ અસત પ્રવૃત્તિઓની નિવૃત્તિ થાય છે તેમ તેમ ચિત્ત વધારેને વધારે સ્થિર થાય છે. તત્વજ્ઞાન લોકદ્રય સાધક છે. સમ્યફ પ્રકારનાં ઉપયોગથી રાગ-દ્વેષ-મોહનાં પ્રતિપક્ષ ભાવનને કારણે મન મેરુ જેવુ નિષ્પકંપ બનવાથી જ સિદ્ધિ થાય છે. સુગતિની પરંપરા દ્વારા મોક્ષફળ મળે છે. કરાણ કે સતત શુભ સંસ્કારોનું જ સિંચન થતાં કેવળ કુશળ એવા પુણ્યકર્મોનો જ અનુબંધ થાય છે અને તે કુશળકર્મોનો અનુભવ ભવાંતરે ઉદયમાં આપવાથી ભવાંતરમાં પણ અનાસક્તિ ભાવજ વૃદ્ધિ પામવાથી પરલોકમાં પણ આત્મહિતની જ સિદ્ધિ થાય છે. સચેતન વસ્તુમાં થતાં રાગનાં પ્રતિપક્ષ ભાવનનું સ્વરૂપ છે. જેમ કે કોઈ સંયમીને સ્ત્રી રાગ બાધા કરતો હોય તો તેઓનું તત્વ કાદવ, માંસ, લોહી, મળ, હાડકામય છે. એ પ્રકારનું સમ્યબુદ્ધિથી ચિંતન કરે છે. અચેતન વસ્તુમાં થતા રાગનાં પ્રતિપક્ષ ભાવનનું સ્વરૂપ છે. જેમ કે અર્થ વિષયક રાગ થાયે છે તે ધન અર્ચન-રક્ષણ-ક્ષય-ભોગાદિ સેંકડો દુઃખોથી યુક્ત, ગમન પરિમામ યુક્ત અને કુગતિ વિપાકવાળું સ્વરૂપ ચિંતન કરે છે. સચેતન-અચેતન વિષે દ્વેષ થયે છતે પ્રતિપક્ષ ભાવનનું સ્વરૂપ છે. જેમ કે, જીવવિષયક દેષ થવાથી જીવોનું વિભિન્ન પણું એટલે કે જેના પ્રત્યે રાગ છે અને જેના પ્રત્યે દ્વેષ થાય છે, તે બંને પોતાના માટે ભિન્ન રૂપે સરખા છે. તેવી બુધ્ધિ થવાથી રાગનાં પાત્ર પ્રત્યે રાગ દૂર થાય છે. અને તેના કારણે દ્વેષનાં પાત્ર પ્રત્યે દ્વેષ પણ દૂર થાય છે. તે જ રીતે પુદ્ગલવિષે ચિંતન તેમજ કોઈપણ જીવ કે પુદ્ગલ પદાર્થ પ્રત્યે દ્વેષ થાય તો તેમાંથી બંધાયેલું કર્મ પરલોકમાં પોતાને ન ગમે તેવા ભાવ સાથે સંબંધ કરાવી આપે છે. તેથી દ્વેષનું ફળ પણ જીવ માટે પ્રતિકૂળ છે. મોહ = અજ્ઞાન દોષને આશ્રયી પ્રતિપક્ષ ભાવનાના સ્વરૂપનું નિરૂપણ છે. તેવું ચિંતન મોહની બાબતમાં પણ સામાન્યથી ઉત્પાદ-વ્યય-ધ્રુવતા યુક્ત એવું વસ્તુનું સ્વરૂપ અનુભવ પૂર્વક યુક્તિને અનુસરે સમ્યપ્રકારે વિચારે છે. વિશ્વમાં કોઈપણ કાળે
81