________________
રાગાદિ વિષયભૂત ચિંતન
તેના વિપાકનું ચિંતન
પોતાના આત્માને રાગાદિમાન જાણીને મુક્ત બનવા શ્રી વીતરાગ પરમાત્માનાં વચનાનુસાર દ્રઢતાપૂર્વક એકાંતમાં સમ્યગ્ ઉપયોગપૂર્વક આ રાગ-દ્વેષ-મો એ જ સાચા ત્રણ દોષો છે. અને તેને દૂર કરવા ૧) સ્વરૂપ ચિંતન ૨) પરિણામ ચિંતન ૩) વિપાક દોષ ચિંતન એમ ક્રમશઃ એકેક દોષોનું ત્રણ ત્રણ રીતે તત્વચિંતન કરે છે.
વિશેષ ચાર પ્રકારની વિધિ
ગુરુદેવતાને પ્રણામ
કરીને તત્વ ચિંતન
રાગાદિ દોષવિષયક ચિંતન પદ્ધતિ +
તેની પરિણતિનું ચિંતન
→
પદ્માસનાદિ આસન વિશેષપૂર્વક તત્વચિંતન
ડાંસ-મચ્છર આદિને
ગણકાર્યા વગર તત્વચિંતન
સર્વકાર્યોમાં વિધિની અપેક્ષા હોય જ છે. એ કથન ગ્રંથકારશ્રી ઉદાહરણ દ્વારા સમજાવે છે. માટીનો ઘટ બનાવવો હોય તો તેના સાધનો ભેગા કરવા. યથાસ્થાને ગોઠવવાં, તેનો વ્યવસ્થિપણે ઉપયોગ કરવો ઘટ બનાવતાં મન તે જ ક્રિયામાં જ લીન કરવું ઈત્યાદિ વિધિ સચવાય તે આવશ્યક છે. તે જ રીતે તત્વચિંતનનો વિષય અને વિધિનાં નિરૂપણ બાદ ઉપરોક્ત બંને ગાથાઓમાં આવેલા એકેક વિષયનો અર્થ મુખ્ય પ્રયોજનો દ્વારા ગ્રંથકારશ્રી સમજાવે છે. ગુરુ અને દેવતાને પ્રણામકરવાથી............
ગુરુ અને દેવતાનાં અનુગ્રહની પ્રાપ્તિ થાય છે.
અધિકૃત તત્વચિંતનની સિદ્ધિ થાય છે.
ગાથાર્થ ખૂબ જ સ્પષ્ટ છે કે જેમ મંત્ર કે ચિંત્તામણિ રત્ન વગેરેથી તેની વિધિપૂર્વક આરાધના કરનાર ભવ્યજીવોને ઉપકાર થતો નહિ હોવા છતાં અચેતન એવા મંત્રાદિનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. તેમ ગુરુદેવતાથી ઉપકાર થતો નહિ હોવા છતાં તેઓશ્રીથી અનુગ્રહ થાય છે.
આગળની ગાથામાં આચાર્યશ્રી પદ્માસન આદિ સ્થાનોનાં ગુણો જણાવતાં કહે છે કે, “પદ્માસનાદિ આસનવિશેષથી કાયાનો નિરોધ થાય છે. અને તે યોગનું સેવન કરનારા અન્ય યોગીમહાત્માઓ પ્રત્યે બહુમાનનો ભાવ થાય છે. તથા દંશાદિને નહિ ગણકારવામાં વીર્યોલ્લાસની વૃદ્ધિ અને ઈષ્ટફળની પ્રાપ્તિ થાય છે.”
જેઓનું ચિત્ત ચલિત ન થાય એટલા બધા ચિંતનમાં એકાકાર બની જાય ત્યારે જ તે વિષયનું સાંગોપાંગ યથાર્થ તત્વભાસન પ્રાપ્ત થાય છે. અને આ તત્વજ્ઞાન જ ઈષ્ટસિદ્ધિનું યોગદશાની સિધ્ધિનું પ્રધાનત્તર અંગ છે.
તત્વ જાણવા માટે તે જ ચિંતનમાં લયલીન થઈ તત્વચિંતન
80