________________
થાય છે. જેમ કંચન અને ઉપલનો સંયોગ અનાદિનો છે. તેનો તથાવિધ સામગ્રી વિષે ભવસ્થિતિ પરિપાકે આત્યંતિક વિયોગ થાય છે. ફરી તેને પાછો સંયોગ ન થાય. વ્હાત્વનોપતવત્ ।° આ જીવ અને કર્મનો સંબંધ અનાદિ હોવા છતા સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીની ઉપાસના અને સમતાભાવ રૂપ સામાયિકની આરાધના વડે અંત આવી શકે છે અને તેનું શુધ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરી શકે છે.
આ પ્રમાણે જ કર્મબંધ અને મોક્ષ બંને ભાવો ઉપચાર વિના સહજ રીતે ઘટી શકે છે. સુખ, દુઃખ પણ જે દેખાય છે તે પણ ઘટી શકે છે. કારણ કે તેનું મુખ્ય કારણ કર્મ છે. અન્યથા ઘટતા નથી. આત્માથી અતિરિક્ત કર્મને સ્વીકારવાથી નિરુપચરિત બંધ અને મોક્ષની સિધ્ધિનું સ્થાપન થાય છે.
૫.૯ રાગ - દ્વેષ - મોહનું સ્વરૂપ
જ્યાં ‘આસક્તિ’ એ રાગ છે. ‘અપ્રીતિ’ એ દ્વેષનું લક્ષણ છે. અને ‘અજ્ઞાન’ એ મોહ છે. આ ત્રણ દોષોમાંથી કયો દોષ અતિશય પીડા આપે છે. એવું આત્મસંપ્રેક્ષણ યોગીમહાત્મા કરે છે.”
• રાગ
રઞનમિતિ રામ: જે રંજન પરિણતિ છે તે રાગ છે. ઈષ્ટવસ્તુઓ પ્રત્યેની જે આસક્તિ, મમતાની બુદ્ધિ તે રાગ. અભિષ્યંગ આસક્તિ તે આત્માને રંગે છે. ઉદાસીનતામાંથી રાજી રાજી કરી નાંખે છે. મુખાકૃતિ જ બદલાય જાય છે. માટે તેને રાગ કહે છે. મોહનીયાદિ કર્મોનાં ઉદયથી ઉત્પન્ન થયેલી આસક્તિરૂપ આત્માની પરિણતિ જે ભાવાત્મક છે.
• દ્વેષ
“મપ્રીતિ લક્ષનો દ્વેષઃ” અપ્રીતિ લક્ષણ તે દ્વેષ છે. સ્વરૂપને જ લક્ષણ સ્વરૂપે વર્ણવ્યું છે. એ દ્વેષ પણ ભાવાત્મક આત્મા પરિણામ સ્વરૂપને સમજવાનું કહે છે.
• મોહ
‘મોહન મોહ્રઃ આત્માને મૂંઝવવાની પરિણતિ તે મોહ છે” આત્માને હિતાહિતમાં જે મુંઝવે છે. વિવેકશૂન્ય બનાવે છે. તે મોહ છે." ઠાણાંગસૂત્રમાં રાગ-દ્વેષજનિત બે પ્રકારની મૂર્છાનું વર્ણન છે. કર્તવ્યાકર્તવ્યના વિવેકનો નાશ કરે તે મૂર્છા. મોહ જ મૂર્છારૂપ છે. આ મૂર્છા રાગના કારણે ઉદ્દભવે તે રાગપ્રત્યયા મૂર્છા, અને તે માયા અને લોભરૂપ છે. તેમજ દ્વેષના કારણે મૂર્છા ઉદ્દભવે તો તે દ્વેષ પ્રત્યયા મૂર્છા છે. જે ક્રોધ અને માનરૂપ છે.૨
આત્મસંપ્રેક્ષણ કરનાર યોગીમહાત્મા વિચારે છે કે ઉપરોક્ત આ રાગાદિ દોષોમાં મોક્ષની સાધનામાં આગળ વધવા કયો દોષ અતિશય પીડે છે. સ્વપ્નમાં જોયેલા શણગારો પ્રતિબુધ્ધ (જાગૃત) અવસ્થામાં દર્પણમાં જોતા જેમ શૂન્ય દેખાય છે. એ ન્યાયે આ સંસારસુખ પણ ક્ષણિક છે. આવા ઉત્તમ વિચારો જ્ઞાનયોગી મહાત્માઓ કરે છે. ઉપરોક્ત રાગ-દ્વેષ-મોહનાં દોષોને આશ્રયીને આત્મનિરીક્ષણ પછીની ચિંતન પદ્ધતિ ગ્રંથકારશ્રી જણાવે છે. તે નીચે પ્રમાણે છે.
79