________________
સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારીએ તો મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ ત્રણેનો કષાયમાં સમાવેશ થઈ જાય છે. આથી જ કર્મપ્રકૃતિ વગેરે ગ્રંથોમાં કષાય અને યોગ એ બે ને જ કર્મબંધના કારણ કહ્યાં છે.”
જ્યારે આત્મામાં ઉપરોક્ત મિથ્યાત્વાદિ કારણો પ્રગટ થાય છે. તેનાથી આ આત્માને કાર્મણવર્ગણાનાં અણુઓનો એકમેક થઈ ચિત્ર-વિચિત્ર અનેક સ્વરૂપે પરિણામ પામે છે. તે સમૂહો જ્ઞાન ગુણને ઢાંકવાનાં સ્વરૂપે-જ્ઞાનવરણીય કર્મ, દર્શનગુણને ઢાંકવાનાં સ્વરૂપેદર્શનાવર્ષીય કર્મ વગેરે સામાન્યથી મૂળથી આઠ ભેદવાળું છે. અને અવાંતર ભેદથી ૧૫૮ ભેદો છે. પહેલા એ કાર્પણવર્ગણા કહેવાય છે. આત્મા સાથે ચોંટ્યા પછી તેને જ કર્મ કહેવાય છે. ક્ષીર-નીર જેમ આત્મા અને કર્મ એકમેક થાય છે. આત્માનાં પ્રદેશે પ્રદેશે વ્યાપ્ત થાય છે. કર્મ ક્યારેય નિમિત્ત લીધા વિના ઉદયમાં આવતું નથી. કર્મના ઉદય માટે પાંચ નિમિત્તો છે : દ્રવ્ય, ક્ષત્ર, કાળ, ભવ અને ભાવ પ્રબળ કર્મનો ઉદય આવે તો નિમિત તો લે જ છે.૫
ન્યાયાપૂર્વક પ્રવાહથી કર્મ અતીતકાળ સમાન છે તે કથનને સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે, “ટલો અતીતકાળ છે તે બધો જ અતીતકાળ વર્તમાનતાને પ્રાપ્ત કરી લીધેલો છે. (દા.ત. ૧૦ વર્ષ પહેલા ૨૦૦૧ તે સમયે વર્તમાન અને અત્યારે અતીતકાળ થઈ ગયો છે.) આથી તે અતીતકાળ પ્રવાહથી અનાદિ છે. કારણ કે કાળશૂન્ય લોકનો સંભવ જ નથી. કર્મોમાં જે મિથ્યાત્વ આદિ હેતુઓથી કૃતકપણુ છે. તે અતીતકાળની વર્તમાનતા જેવું છે.
જેમ વિજ્ઞાનબુદ્ધિ અમૂર્ત છે. છતાં મદિરાપાનથી તેને ઉપઘાત (નાશ) થાય છે. અને બ્રાહ્મી આદિ ઔષધિ થી અનુગ્રહ થાય છે. તેમ અહીં અમૂર્ત એવા જીવને મૂર્ત એવા કર્મ (શુભાશુભ કર્મ) વડે ઉપઘાત અનુગ્રહ પણ ઘટી શકે છે. અર્થાત્ કર્મને અનાદિ માનવા જ પડે અન્યથા નહી. દા.ત. મરૂદેવા માતા, ભરતચક્રવર્તીને ઉપચાર વિના કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા પરંતુ પૂર્વભવનાં સંસ્કારો તો હતા જ. જીવ સમયે સમયે શુભાશુભ કર્મ બાંધે છે, છોડે છે, પણ પ્રવાહ થકી કર્મબંધ અનાદિ છે.
વિજ્યજી
‘દ્રાવિંશદ્દ દ્વાત્રિંશિકા’ ગ્રંથનું ૨૬મું પ્રકરણ “યોગમાહાત્મય દ્વાત્રિંશિકા'માં શ્રી હરિભદ્રસૂરીજી જણાવે છે કે “ભરતક્ષેત્રનાં સામ્રાજ્યને ભોગવતા પણ મહામતિ એવા ભરત મહારાજા યોગનાં માહાત્મયથી તત્કાળ કેવળલક્ષ્મીને પામ્યા” શ્રી ભરત મહારાજાએ પૂર્વભવોમાં ઘણા ભવો સુધી યોગનો અભ્યાસ કરીને શક્તિ સંચય કરેલો તેથી ક્ષણમાં યોગનાં પ્રકર્ષને પામી શક્યા. પરંતુ જેમણે પૂર્વભવમાં યોગનો અભ્યાસ પણ કર્યો નથી તેવા મરૂદેવા માતા ક્ષણમાં યોગનાં પ્રભાવથી પરમપદને પામ્યા છે. તે ગ્રંથકારશ્રી જણાવે છે, “પૂર્વમાં અપ્રાપ્ત ધર્મવાળા પણ પરમાનદંથી આનંદિત થયેલા મરુદેવા માતા યોગનાં પ્રભાવથી પરમપદને પામ્યા.
આત્મા પણ અનાદિ છે. કર્મ પણ અનાદિ છે અને આત્મા-કર્મનો સંબંધ પણ અનાદિનો છે. ‘કંચન અને ઉપલ (માટી)ની જેમ જીવ-કર્મનો આ સંબંધ અનાદિ છે. તો પણ ઉપાય વડે આ બંનેનો વિયોગ પણ અવશ્ય થાય છે. કર્મબંધ તે અનાદિ છે. અનાદિ સંયોગનો વિયોગ
78