________________
પ્રકરણ-૫ યોગશતક ગ્રંથનું અધ્યયન : ભાગ-૨ પ.૮ જીવ - કર્મનો સંબંધ અનાદિ સાન્ત
અનંતકાળથી જીવ કર્મ સાથે બંધાયેલો છે. તે ઉપરાંત પ્રત્યેક ક્ષણે નવા કર્મદ્રવ્યનાં પ્રવાહમાં તે ખેંચાતો હોય છે. કર્મનો જીવ સાથે સંબંધ અનાદિ છે. જૈનધર્મનો પાયાનો સિદ્ધાંત છે કે પ્રત્યેક જીવ ચેતન છે, અને દર્શન અને જ્ઞાનરૂપી ‘ઉપયોગ ધરાવે છે. તેને આકાર નથી. પણ તે બધા કાર્યોનો કર્તા છે, જે શરીરમાં પોતાનો નિવાસ હોય તે શરીરનાં પરિણામ જેટલો પોતાનો વિસ્તાર કરવાની તેનામાં શક્તિ છે, તે કર્મફળનો કર્તા અને ભોક્તા છે. તેની વૃત્તિ ઉર્ધ્વગતિ કરવાની હોય છે. અને ઉત્તમસંયમ પુરુષાર્થથી મુક્તિની દશા પ્રાપ્ત થતાં સિદ્ધ બને છે.
યોગશતક ગ્રંથની ગાથા ૫૪ થી ૫૮માં કર્મવાદ અને આત્મવાદનાં યથાર્થ સ્વરૂપનું વર્ણન કર્યું છે. આચાર્યશ્રી જણાવે છે કે, “કર્મ એ ચિત્ર-વિચિત્ર પુદગલ સ્વરૂપ છે. જીવની સાથે અનાદિકાળથી જોડાયેલું છે. મિથ્યાત્વાદિ નિમિત્તોથી બંધાય છે. અને ન્યાયપૂર્વક અતીત કાળની સમાન છે.” કર્મની વ્યાખ્યા
આ સમસ્ત વિશ્વમાં પુદ્ગલ દ્રવ્ય ઠસોઠસ ભરેલું છે. જેમાં પરમાણુંઓનું પૂરણ-જોડાવું અને ગલન-વિખરાવું બને તે પુદ્ગલ દ્રવ્ય કહેવાય છે. આ દ્રવ્ય નિર્જીવ છે. વર્ણ-ગંધ-રસસ્પર્શવાળું રૂપી દ્રવ્ય છે. રજકણોની જેમ અણુસમૂહ રૂપ છે. અણુઓનો સમૂહ તે “ધ' છે. એક એક સ્કંધમાં બે અણુઓનાં સમૂહથી યાવત સંખ્યાત-અસંખ્યાત અને અનંત અણુઓનાં સમૂહ પણ હોય છે. તેથી તેના વર્ગીકરણરૂપે જૈનાગમોમાં આઠ ભેદો દર્શાવ્યા છે.
અણુસમૂહનું વર્ગીકરણ (વર્ગણા)
ઔદારિક વૈક્રિય આહારક
તૈજસ
શ્વાસોશ્વાસ ભાષા
મન કાર્પણ
આ વર્ગણાઓમાં આઠમી કાર્મણ વર્ગણા છે. આત્મા સાથે કર્મનો ક્ષીર-નીર સમાન સંબંધ થવો તેનું નામ કર્મબંધ છે. જીવ સ્વયં કર્મબંધ તથા કર્મભોગનો અધિષ્ઠાતા છે. આ સિવાયના જે હેતુઓ દ્રષ્ટિગોચર થાય છે તે સર્વ સહકારી કે નૈમિતિક જ છે. આત્મા સાથે કર્મ પુદ્ગલોને જોડી દેવાનું કામ નીચેના પાંચ હેતુઓ દ્વારા થાય છે. મિથ્યાદર્શના-ડવિરતિ-પ્રભાकषाय-योगा बन्धहेतवः । કર્મબંધના હેતુઓ
હેતુઓ
મિથ્યાત્વ
અવિરતિ
પ્રમાદ
કષાય
યોગ