________________
(૨) પ્રમોદ ભાવના : પોતાની અપેક્ષાએ અધિક ગુણસંપન્ન આત્માઓ પ્રત્યે બહુમાન
ભાવ સ્વરૂપ ભાવના. (૩) કરુણા ભાવના : રાગાદિથી કલશ પામતા જીવોમાં કરુણાભાવના કરે જે કઠોરતાનાં
પરિણામનાં ક્ષયોપશમ ભાવરૂપ છે. માધ્યસ્થ ભાવના : ભારે કર્મોથી અનુચિત પ્રવૃત્તિ કરનારા અયોગ્ય - અવિનીત જીવો
પતિ વેષ ન આવે તે માટે માધ્યસ્થ ભાવનાથી ભાવિત બને. આ ચારેય ભાવનાઓ વિષે ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી કહે છે.
मैत्री प्रमोदकारुण्य - माध्यस्थ्यानि नियोजयेत् ।
धर्मध्यानमुपस्कर्तु, तद्धि तस्य रसायनम् ।।२।। તીર્થંકર ભગવંતોએ મૈત્રી વગેરે ચાર સુંદર ભાવનાઓ “ધર્મધ્યાન' નું અનુસંધાન કરવા માટે નિદર્શિત કરી છે. મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યસ્થ આ ચારે ભાવનાઓ ને ધર્મધ્યાનની પ્રસ્તુતિ માટે નિયોજિત છે. કારણ કે ભાવનાનો પુટ પામીને જ ધર્મધ્યાન રસાયણ બને છે.
તદુપરાંત મૈત્રી વગેરે ચાર ભાવનાઓ ભાવનાર વ્યક્તિની યોગ્યતા માટે “યોગબિંદુ' ગ્રંથમાં આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિજી દ્વારા વિવેક યુક્ત વિવેકની પરિભાષા - નદWપરમાર્થ વિમર્શ કરવામાં આવી છે. એટલે કે જેઓએ પરમાર્થનું ચિંતન કર્યું છે. પરમાર્થ એટલે આત્મા. પરમાર્થ એટલે મોક્ષ. આત્મદ્રષ્ટિ અને મોક્ષદ્રષ્ટિ જેની ખુલી ગઈ છે. તે આ પારમાર્થિક ચિંતન પણ આગમાનુસારી હોય છે. • જે ગંભીર ચિત્તયુક્ત આ મહામનયુક્ત યોગી હર્ષ-શોક-વિષાદને અણદેખ્યા કરી એમના
પ્રત્યે ઉચિત ભાવના જ રાખે છે. • સમ્યગ માર્ગાનુસારી - મૈત્રી આદિ ભાવનાઓનું ચિંતન કરનાર શુધ્ધ નિર્વાણપથ પર
ચાલે છે. મૈત્રીભાવનાનાં ચાર પ્રકાર :
આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી “ષોડશક' નામના ગ્રંથમાં મૈત્રીભાવનાનાં ચાર પ્રકારો બતાવ્યા છે. 22
(૧) ઉપકાર મૈત્રી (માધ્યમ પ્રકાર) (૨) સ્વજન મૈત્રી (ઉપકાર ન હોય તો પણ) (૩) પરિજન મૈત્રી (સ્વજન સંબંધ નિરપેક્ષ) (૪) પરહિત ચિંતારૂપી મૈત્રી (સંબંધ નિરપેક્ષ, સર્વ પરિચિતો પ્રત્યે)
મેત્રીઆદિ ચાર ભાવનાઓ અન્ય સાથેના વ્યવહારની ભાવનાઓછે. ભાવનાઓમાં અનર્ગળ શક્તિ રહેલી છે. ભાવનાઓ મનુષ્યનું સમગ્ર વ્યક્તિત્વને પલટી નાખે છે. તેનાથી ક્રમે ક્રમે જીવનનો અભિગમ બદલાય જાય છે. આત્મા ઉપર પડેલા કર્મનાં સાહચર્યને તોડી નાખવાની ભાવનામાં ઘણી તાકાત છે. અશુભ સાથેના સાહચર્યને તોડીને શુભ કે શુધ્ધ સાથેનું સાહચર્ય વધારવા માટે સમસ્ત ભાવનાયોગ છે. ચિત્તની શુધ્ધિ માટે ભાવનાયોગ સરળ સાધન છે.
83.