________________
આ પ્રમાણે સર્વ જીવોમાં મૈત્રી, ગુણાધિકમાં પ્રમોદ, કિલશ્યમાનોમાં કરુણા અને અયોગ્યમાં માધ્યસ્થ એ પ્રકારનાં ક્રમથી ભાવના ભાવે છે. ભાવનાઓ ભાવવાની બાબતમાં આ જ ક્રમ ઉચતિ પ્રવૃત્તિ સ્વરૂપ હોવાથી સમ્યગ્ કહેલો છે. અન્યથા = ઉલટ સુલટ કરતાં તે પ્રકારે અસ્થાને વિનિયોગ થવાથી ‘અસમંજસતા જ પ્રાપ્ત થાય છે. દોષની પ્રાપ્તિ થાય છે. માટે આ ક્રમની અગત્યતા જરૂરી છે.
(૧)
(૨)
(૩)
(૪)
મૈત્રી ભાવના સામાન્યથી સર્વજીવોને વિષે જ ઉચિત છે. પ્રમોદ ભાવના ગુણાધિક જીવોને વિષે જ ઉચિત છે. કરુણા ભાવના કિલશ્યમાન જીવોને વિષે જ ઉચિત છે. માધ્યસ્થ ભાવના અવિનીત જીવોને વિષે જ ઉચિત છે.
આ ચારે ભાવનાઓ આ રીતે યથાસ્થાને જ સાચો ન્યાય માર્ગ છે. તેમ આચાર્યદેવ કહે છે. અને તે રીતે યોગીજનો ચાર ભાવનાનાં ચિંતનથી પણ રાગ, દ્વેષ અને મોહની ચંચળવૃત્તિઓને નાશ કરે છે. અને ચિત્ત પર સ્થિરતા પ્રાપ્ત કરે છે.
૫.૧૧ યોગીના આહારની વિધિ
યોગની સાધના શારીરિક સ્વાસ્થ્યની ખાસ અપેક્ષા રાખે છે. યોગમાર્ગમાં સર્વયોગી મહાત્માઓની સામાન્યથી સર્વ અવસ્થામાં સાધારણ વિધિ એ છે કે યોગીનો આહાર શુક્લ હોય છે. અહીં શુક્લાહાર ‘સર્વ સમ્યત્કરી ભિક્ષા સ્વરૂપ છે.
ભાવનાશ્રુતપાઠ, તત્વશ્રવણ, આત્મસંપ્રેક્ષણ, રાગ-દ્વેષ-મોહનાં સ્વરૂપાદિનું ચિંતન અને મૈત્રી આદિ ભાવનાઓનું વર્ણન વગેરે યોગદશાની પ્રાપ્તિ માટેનાં સર્વ વર્ણન બાદ “યોગીનો આહાર કેવો હોય” એ આહારવિધિ જણાવતા શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે, “સર્વયોગીઓ માટે આ સાધારણ વિધિ છે કે આ યોગીનો આહાર ‘શુકલાહાર’ હોય છે. તેમજ આ શુકલાહાર સાર્થક છે. તેથી જ મુનિની ભિક્ષા સર્વસંપત્ઝરી હોય છે.
યોગદશાની પ્રાપ્તિ માટે મનની નિર્મળતા જેમ આવશ્યક છે. તેમ તનની નિરોગિતા પણ સહાયક છે. મનની નિર્મળતા માટે રાગાદિ દોષોનાં સ્વરૂપાદિનું ચિંતન અને મૈત્રી આદિ ભાવનાઓ ભાવવી જેમ પ્રધાન કારણ છે. તેમ તનની નિરોગિતા માટે ‘આહાર શુદ્ધિ’ પ્રધાનતર કારણ છે.
યોગી મહાત્માઓનો ‘શુકલાહાર’ અર્થાત્ આહારની પૂર્વાવસ્થા, વર્તમાનવસ્થા અને પશ્ચાદવસ્થા એમ ત્રણે જેનો શુદ્ધ છે. તે આહાર શુકલાહાર, અત્યંત નિર્દોષ આહાર જે આહાર આ આત્માને સર્વ પ્રકારની સંપત્તિ આપનાર બને તે શુકલાહારનું બીજું નામ સર્વ સંપત્કારી ભિક્ષા કહેવાય છે.
શુધ્ધ અનુષ્ઠાનથી સાધ્ય
શુક્લાહારનું સ્વરૂપ + શુધ્ધ અનુષ્ઠાનનો હેતુ
84
સ્વરૂપશુધ્ધ