________________
(૧) સર્વ સંપત્કારી ભિક્ષા શાસ્ત્ર વિધિ પ્રમાણે યત્નાપૂર્વક ગર્વષણા દ્વારા આહાર તે શુધ્ધ
અનુષ્ઠાનથી સાધ્ય છે. (૨) જે આહાર વાપર્યા પછી શુધ્ધ અનુષ્ઠાનોનું કારણ બને, ધર્મની સાધનામાં શરીર ઉપયોગી
બને તે શુદ્ધાનુષ્ઠાન હેતુ આાર છે. (૩) આ આહાર તીર્થકર ભગવંતના વચનાનુસાર ગ્રહણ કરાયેલો હોય અને વાપરતાં સુધી કોઈ અશુદ્ધિ થઈ ન હોય તે સ્વરૂપ શુધ્ધ આહાર છે.
આવા પ્રકારનાં શુકલાહારનાં સેવનથી યોગીની યોગપ્રવૃત્તિ યોગાંગ બને છે. ઉપરોક્ત વર્ણનમાં મુનિની કાયાને જે જે ઉચિત આહાર યોગી મુનિ ગૃહસ્થોના ઘરોથી નિર્દોષ જે આહાર મળે તેને જ લેવાવાળા મુનિને શુક્લાહાર સંબંધી જ આચાર્યશ્રી વિશેષ જણાવે છે કે, “વ્રણલેપની ઉપમાને અનુસાર આહાર સંબંધિત ઉચિતતા જાળવવી જરૂરી છે. અન્યથા અઘટિત આહારનો હોય દોષફળ આપનાર બને છે. પોતાના દેહને ઉચિત એવો આહાર લેવાથી જ યોગની સાધના બરાબર થઈ શકે છે. જેમ કોઈ વ્રણ (ગુમડું) લીમડાનાં કટુ તેલથી નાશ પામી જાય, કોઈ ગાયનાં ધીનાં લેપથી મટી જાય. તેમ કોઈ યોગીનું શરીર શુષ્ક આહાર વડે નભી શકે છે, કોઈનું શાલી-ચોખાથી, તો કોઈનું પૌષ્ટિક આહારથી ટકી શકે છે. માટે યોગીજન પોતાનાં શરીરને યોગ્ય પથ્યકારી આહાર લે છે.
“યોગનાં પ્રભાવથી જ આ મહાત્માઓને સુંદર આહારની પણ અપ્રાપ્તિ પ્રાયઃ હોતી નથી, તથા શાસ્ત્રોમાં યોગમુનિઓને તો યોગના પ્રભાવથી લબ્ધિઓની પ્રાપ્તિ હોય છે. જેનું વર્ણન આગળના એકમમાં છે. ૫.૧૨ યોગપ્રભાવથી પ્રાપ્ત થતી લબ્ધિ અને તેનું ફળ
જેમ જેમ યોગદશાની વૃદ્ધિ થાય છે તેમ તેમ રત્નાદિ લબ્ધિઓ અણિમાદિ લબ્ધિઓ તથા આમર્ષોષધિ આદિ લબ્ધિઓ ઉત્પન્ન થાય છે.”
પાતંજલ યોગદર્શનમાં “ચાન્યુનિમન્નઈ સંગાર્મચાવીર પુનનિ પ્રસંગત (૩.૫૧) સૂત્ર છે. જેનો અર્થ છે, યોગીઓને તેમની સાધનામાં પ્રભાવે દેવતાઓ પાસે જઈને જ્યારે ભોગાદિનું નિમંત્રણ કરે ત્યારે તેઓ ભોગોને જોઈને સંગ કરતાં નથી. તેમજ પોતે એ પ્રકારનો સ્મય એટલે કે ગર્વ પણ કરતાં નથી. દેવતાઓનું નિમંત્રણ બ્લોગનો પ્રભાવ છે. કારણ કે સંગ કે સ્મય કરવાથી અનિષ્ટનો પ્રસંગ આવશે. આ સૂત્રનાં પ્રામાણ્યથી સમજાય છે કે દેવતાઓ યોગીઓને રત્નાદિ ગ્રહણ કરવા માટે જે ઉપનિમંત્રણ કરે છે. તે યોગીજનોને પ્રાપ્ત થયેલી રત્નાદિ લબ્ધિઓ છે તેમજ તે યોગદર્શના પ્રભાવથી અણિમાદિ લબ્ધિઓનો પ્રાદુર્ભાવ થાય છે. જે પ્રકારે પોતાની ભૂમિકા છે. તે પ્રકારે નીચેની લબ્ધિઓ યોગી મહાત્માને પ્રગટ થાય છે. (૧) અણિમા લબ્ધિ : જે સિધ્ધિનાં સામર્થ્યથી મહાન પરિણામવાળા યોગી અણુપરિણામવાળા
બને છે. (૨) મહિમા લબ્ધિ : લઘુ કાયાવાળા પણ યોગી હાથી, પર્વત વગેરે જેવા મોટા થઈ શકે છે.
-
85 -