________________
(૩) લધિમા લબ્ધિ : વજનદાર શરીર રૂના પિંડની જન્મ હલકું બનાવી શકે છે. (૪) પ્રાપ્તિ લબ્ધિ : ભૂમિ પર રહીને પણ અંગુલિના અગ્રભાગથી ચંદ્રમાને પણ સ્પર્શ કરી
શકે છે. (૫) પ્રાકામ્ય લબ્ધિ : સિદ્ધિનાં કારણે યોગીજનોની ઈચ્છા કોઈપણ રીતે હણાતી નથી. તેથી
તેઓ ધારે તો પાણી પર પણ ચાલી શકે છે. () ઈશિતા લબ્ધિ : ભૌતિક પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ કરવાનું સામર્થ્ય
ઇશિતાસિધ્ધિના કારણે મળે છે. (૭) વશિતા લબ્ધિ : બધા જ ભૂતો = જીવો, તેના વચનનું અતિક્રમણ ન કરે તેવી લબ્ધિ તે
વશિતા લબ્ધ છે. (૮) કામાવસાયિતા : પોતાની ઈચ્છા મુજબ ભૂત વગેરેને પ્રવર્તાવી શકે છે. જેથી યોગી ધારે લબ્ધિ તો અમૃતને બદલે વિષથી પણ માણસને બેઠો કરી શકે છે. આ
જૈનદર્શનમાં પણ આવશ્યક નિર્યુક્તિમાં તથા તેના જ ઉપર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ દ્વારા રચિત “શ્રી વિશેષાવશક્યક મહાભાષ્યમાં” પણ આમષષધિ આદિ લબ્ધિઓ યોગદશાથી પ્રાપ્ત થાય છે તે જણાવેલું છે • આમષષધિ લબ્ધિઓનું સ્વરૂપ (૧) આમર્ષોષધિ લબ્ધિ : યોગીનાં શરીરના સ્પર્શ માત્રથી રોગીઓનાં રોગોનો નાશ
થાય તેવી લબ્ધિ. (૨) વિપ્રષધિ લબ્ધિ : યોગીના શરીરનો મળ સ્પર્શ થતાં રોગીઓનાં રોગ મટી
જાય તેવી લબ્ધિ. (૩) શ્લેખૌષધિ લબ્ધિ : યોગીનાં શરીરનાં શ્લેષ્મનાં સ્પર્શથી રોગીઓનાં રોગ મટી
જાય તેવી લબ્ધિ. પાતંજલ મત પ્રમાણે યોગનું અન્ય એક માહાત્મય આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી તેમના યોગમહામ્ય ગ્રંથમાં જણાવતા કહે છે કે, “યૂલાદિમાં સંયમ કરવાથી ભૂતજય થાય છે. ભૂતજયથી અણિમાદિ અને કાયાની સંપત્તિ અને કાયાનાં ધર્મનો અનત્મિઘાત થાય છે.” પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ ભૂતોનાં જયને કારણે યોગીને અણિમાદિ આઠ શક્તિઓ તેમજ ઉત્તમ રૂપાદિ સ્વરૂપ કાયસંપત્તિ પ્રાપ્ત થાય છે. તેથી યોગીનું રૂપ, લાવણ્ય, બળ અતિશયવાળું થાય છે. અને વ્રજ જેવું સંઘયણ બળ થાય છે. તેમજ પાંચભૂતોનાં જયને કારણે કાયાનાં ધર્મો રૂપાદિ છે, તેનો નાશ થતો નથી. તેથી યોગીનું શરીર અગ્નિથી બળીને ભસ્મ થતું નથી, પાણીથી ભીંજાતુ નથી અને વાયુથી શોષણ પામતું નથી. આ સર્વ કાર્યો યોગના પ્રભાવથી થાય છે. યોગબિંદુગ્રંથમાં પણ યોગનું ફળ જણાવતા શ્રી સૂરિજી કહે છે કે, યોગ જ શ્રેષ્ઠ કલ્પવૃક્ષ છે અને યોગ જ ઉત્કૃષ્ટ ચિંતામણી છે. યોગ જ સર્વધર્મમાં પ્રધાન છે તેમજ યોગ અણિમાદિ સર્વ સિદ્ધિઓનું ઘર છે.”
86.