________________
યોગનું ફળ
અધિકૃત યોગદશાની અવસ્થા પામેલા મુનિને આ યોગદશાની અવસ્થાનું શું ફળ પ્રાપ્ત થાય છે તે જણાવે છે, આ યોગની વૃદ્ધિમાં કારણે જ સારી રીતે અશુભકર્મનો ક્ષય કરનાર તરીકે યોગી સંગત થાય છે. તેમજ શુભકર્મોના બંધક થાય છે અને કર્મ કરી સુખે સુખે મોક્ષગામી બને છે. જૈનધર્મની કરાતી તમામક્રિયાઓ મોહનાં નાશનો હેતુ હોવાથી અશુભ કર્મોનો ક્ષય કરાવે છે. પરંતુ ચતુદશરણાદિની ભાવનાઓ રાગાદિના પ્રતિપક્ષની ભાવનાઓ અને મૈત્રી આદિ ભાવનાઓથી વાસિત બનેલી પરિણતિમાં અનેકગણું બળ છે. જે આત્માને કર્મોથી અત્યંત હળવો બનાવે છે. અશુભ પ્રવૃત્તિઓ અને પરિણિતિઓ મૂળથી જ નષ્ટ થઈ જતાં નવા અશુભકર્મબંધ થતો જ નથી અને પૂર્વે થયેલો અશુભકર્મો નો બંધ ક્ષીણ થઈ જાય છે.
આચાર્યશ્રી શ્રીહૅરિસૂરિજી તાત્રિશદ્વાત્રિશિકાનાં ર૬માં પ્રકરણમાં જણાવે છે કે, “શાસ્ત્રનું રહસ્ય યોગ છે, મોક્ષનો માર્ગ યોગ છે, અપાયનું શમન યોગ છે, કલ્યાણનું કારણ યોગ છે, તે જ રીતે આગળ કહે છે કે, આ જન્મમાં પણ વિવિધ પ્રકારની લબ્ધિઓ અને પરભવમાં ઉત્તમકુળ, જાતિ આદિની પ્રાપ્તિરૂપ મહોદય અને શ્રેષ્ઠ સ્વાધીનતા જ યોગકલ્પવૃક્ષનું ફળ છે.
યોગની વૃદ્ધિથી જ યોગી મહાત્માઓ શુભકર્મનાં બધેક થાય છે તેથી તેઓ શુભકર્મનાં ઉદયથી ભવાન્તરમાં વિશિષ્ટ દેશ, વિશિષ્ટ કુળ અને વિશિષ્ટ જાતિ વગેરેની પ્રાપ્તિ થાય છે. આ રીતે તે તે યોગસાધક સામગ્રીને પ્રકૃષ્ટ રીતે પ્રાપ્ત કરવાથી ઉત્તરોત્તર શુભ - શુભતર પ્રવૃત્તિથી ઉત્તમોત્તમ ફળને પ્રાપ્ત કરવા વડે સુખે સુખે યોગીજનો મોક્ષને પ્રાપ્ત કરી ભવનો અંત કરનારા બને છે.
ત્યારબાદની ચાર ગાથાઓ ૮૬ થી ૮૯ એક પ્રકરણનાં સંદર્ભમાં પ્રતિબધ્ધ છે. જેમાં અધિકૃત ભાવનાથી કઈ રીતે મોક્ષ મળે છે. તેનું બૌદ્ધદર્શનની પરિભાષાથી સ્પષ્ટીકરણ કરેલ છે. અહીં ભાવના દ્વારા જે કર્મક્ષય થાય છે તે “મંડુક ભસ્મ” તુલ્ય જે કર્મની અપેક્ષાએ ફરીને ઉત્તન્ન થતા નથી. પરંતુ ભાવના રહિત માત્ર કાયિકી ક્રિયાથી થતો કર્મક્ષય એ “મંડુકચૂર્ણ' સમાન છે, જે ફરીથી ઉત્પન્ન થઈ શકે છે.બૌધ્ધમતથી પુણ્ય પણ કર્મક્ષયની જેમ બે પ્રકારનું છે. ૧) માટીનાં કળશ જવું અને ૨) સુવર્ણનાં કળશ જેવું.
ભાવના વિનાનું માત્ર કાયાથી બંધાયેલું પુણ્ય માટીનાં કળશ સમાન છે. જે માત્ર જળધારણની ક્રિયા જેમ અલ્પ ફળ આપનારું છે. બીજી રીતે તે મિથ્યાદ્રષ્ટિથી જન્ય છે. તે અપરિશુદ્ધ છે, અને ફળ પ્રાપ્ત કરાવવામાં માટીનાં ઘડા જેવું છે. બીજું જે પુણ્ય છે તે સુવર્ણ કળશ સમાન છે. જેમ સુવર્ણ કળશ ભાંગી જવા છતાં સોનાની કિંમત પહેલા જેટલી જ ઉપજે છે. તેમ વિશિષ્ટ ભાવનાજન્ય પુણ્ય ઉત્તરોત્તર પ્રકૃષ્ટ ફળનું સાધક હોય છે. બીજી રીતે તે સમ્યગદ્રષ્ટિથી જન્ય છે પરિશુધ્ધ છે અને ફલપ્રદાનમાં સુવર્ણ કળશ સમાન છે. “બોધિસત્વો કાયપાતી હોય છે, ચિત્તપાતી હોતા નથી. આશ્રવ વિનાનાં કર્મનું આ ફળ છે.” ચિત્ત વિના માત્ર
87.