________________
કાયાથી કરાતી ક્રિયાથી તેવા પ્રકારનો કર્મબન્ધ થતો નથી, તે નિરાશ્રવ કર્મ છે, હૃદયમાં શાસ્ત્ર પ્રત્યે બહુમાન રાખી અને આદર ભાવોલ્લાસપૂર્વક કરેલી ક્રિયા “અમૃત ક્રિયા” કહેવાય છે અને તે તાત્કાલિક ફળ આપે છે.
આ પ્રકારે યોગવિકાસ અને ભાવનાની વૃદ્ધિ થવાથી આ આત્માને સામાયિકની શુદ્ધિ થાય છે. તેનાથી શુક્લ ધ્યાન અને અનુક્રમે કેવળજ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે." ૫.૧૩ મોક્ષનું પ્રધાન અંગ - સામાયિક
સામાયિક એ જ પ્રધાનપણે મોક્ષનું અંગ ગણાવતાં કહે છે કે, “ક્વાસીચંદનકલ્પ એટલે કે સર્વ - માધ્યસ્થભાવ અહીં મોક્ષની પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ છે. તેથી વિદ્વાનોએ તેને આશયરત્ન તરીકે વર્ણવ્યું છે. તેનાથી અન્યથા જે સામાયિક હોય તે કંઈક દોષવાળુ પણ હોય છે, કોઈ મનુષ્ય મુનિના હાથને ચંદનનું વિલેપન કરે કે કોઈ વાંસલાથી તેને છોલે. (માનસિક સાતાંઅસાતા રૂપે, કોઈ સ્તુતિ કરે કે કોઈ નિન્દા કરે. પરંતુ મુનિઓ બંને પ્રત્યે સમભાવવાળા જ રહે છે.
આથી જ શ્રી હરિભદ્રસૂરિજીએ અષ્ટક પ્રકરણમાં પણ ફરમાવ્યું છે કે, “શ્રી સર્વજ્ઞ ભગવંતોએ જણાવેલું સામાયિક, વાસીચંદનકલ્પ એવા મહાત્માઓને માટે મોક્ષનું અંગ તરીકે કહ્યું છે. (૧) “સર્વયોગોની વિશુદ્ધિને લઈને કુશલાશય સ્વરૂપ હોવાથી વાસ્તવિક રીતે એ સામાયિક
એકાંતે નિરવદ્ય છે.” બ્લોકની દ્રષ્ટિએ જે કુશલચિત્ત તરીકે વ્યવસ્થિત થયું છે, તેમાં ઔદાર્ય જણાતું હોવા છતાં તે અંગે વિચાર કરતાં તે ચિત્ત કુશલ જણાતું નથી.” જેમકે, જગતનું દુશરિત્ર મારામાં આવી પડે અને મારા સચ્ચારિત્રનાં યોગે સર્વ પ્રાણીઓની મુક્તિ થાય.” “આ જે વસ્તુ છે તે અસંભવી છે, કારણ કે એકની પણ મુક્તિ બાકી હોય ત્યાં સુધી આ ઉદારતા બનાવનારની મુક્તિ થશે નહીં. માટે આવું કુશળ ચિત્ત ઉદારતાવાળું જરૂર છે. પરતું સદોષ છે, માટે આશયરત્ન નથી જ.”
તેથી આ પ્રમાણે બધાની મુક્તિનું ચિંતન કરવું એ ન્યાયની દ્રષ્ટિએ મોહ સંગત છે.” (૬) જેમ તીર્થકર ભગવંત વીતરાગ હોવાથી આપણા સુખ - દુખનાં કર્તા ભોક્તા કે દાતા
નથી. છતાં ભક્તિને વશ આપણે બોધિબીજની પ્રાર્થના કરીએ છીએ. “રુI-વહિનામાં સમાવિરમુત્તમં રિંતુ ઈત્યાદિની જેમ આ વિચારવાળું કુશલ ચિત્ત પૂર્વાવસ્થામાં
ઉપયોગી છે. (૭) અપકાર કરનાર “મારા કર્મો તોડવામાં નિમિત્ત હોવાથી ઉપકારી જ છે, તે
વિચારવાળી સદ્દબુદ્ધિ સ્વકર્મક્ષયને સાધનાર હોવાથી જરૂરી સારી છે. પરંતુ સામી વ્યક્તિનાં તે કર્મબંધન ભાવિના તેના દુઃખોની વિચારણા નહી કરાતા ઉપેક્ષા જ કરાય છે. માટે કંઈક દોષિત છે. એવા આશય કરતા સામાયિકના આશયની શ્રેષ્ઠતા છે.
(૫)
તથા "
88.