________________
આ રીતે સામાયિકને છોડીને બીજી અવસ્થામાં એકાંતે ભદ્રક એવું ચિત્ત હોય છે.
આદ્ય ભૂમિકામાં અપકારીએ નિર્જરામાં ઉપકારી માનવો તે શ્રેષ્ઠ હોવા છતાં મોક્ષનું સાક્ષાત કારણ પરમ માધ્યસ્થભાવરૂપ સામાયિક છે.
(૮)
યોગી મહાત્માઓ માટે તો સામાયિકનું ખુબ જ મહત્વ છે. મોક્ષનું પ્રધાન અંગ છે. તે રીતે શ્રાવક માટે પણ નિત્ય આવશ્યકની આરાધના જીવનશુધ્ધિની સાધના છે. છ આવશ્યકમાં પ્રથમ સ્થાન સામાયિકનુ છે. પાંચ ચારિત્રમાં સામાયિક ચારિત્ર પ્રથમ છે. દેશવિરતિ કે સર્વવિરતિ ચરિત્રનો પ્રારંભ સામાયિક થી જ થાય છે. સાધક સર્વ સાવધ પ્રવૃત્તિનો ત્યાગ કરી સમભાવની પ્રાપ્તિ લક્ષે સામાયિકમાં સ્થિત થાય ત્યાર પછી સાધનાનો પ્રારંભ થાય છે. સાધકનાં સર્વ ધર્માનુષ્ઠાનો સમભાવની પ્રાપ્તિ માટે જ છે. સમગ્ર સાધના સામાયિકને કેન્દ્રમાં રાખીને જ કરવાની હોય છે. તેથી જ આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિશેષાવશ્યક ભાષ્યમાં સામાયિકને ચૌદપૂર્વનાં અર્થપિંડ રૂપ કહે છે.
સામાયિકની શુદ્ધિ દ્વારા અંતિમ મહાફળ
“જો તે ભવમાં જ યોગની સમાપ્તિ થાય તો અયોગ અવસ્થાને પ્રાપ્ત કરવા વડે જન્મ જરાદિ દોષરહિત, સદા વિદ્યમાન અને એકાન્ત વિશુધ્ધ એવી મુક્તિને પામે છે.”
પરંતુ જે જીવોની સામગ્રીનાં અભાવે આ જ ભવમાં યોગસાધના પૂર્ણ થઈ શકી નથી. તેઓ દેવાદિ ઉચ્ચ ગતિમાં જઈ, વિશિષ્ટ કુળ વગેરેમાં ઉત્પન્ન થઈ, પૂર્વ સંસ્કારનાં યોગે ફરી યોગસાધનામાં તત્પર બને છે. અને અનુક્રમે યોગની પૂર્ણતા કરી મોક્ષપદને પ્રાપ્ત કરે છે. જેમ દિવસે અભ્યાસ કરેલો વિષય રાત્રિમાં સ્વપ્નમાં જુએ છે, તેવી રીતે આ જન્મમાં અભ્યાસ કરેલો વિષય ભવાન્તરમાં પણ જીવો પ્રાપ્ત કરે છે. જે કારણથી આ ભવનાં દ્રઢ સંસ્કારો પરભવ માં જન્મતા જ વિકાસને પ્રાપ્ત કરે છે. તે માટે આ જન્મમાં શુધ્ધ યોગમાર્ગને ઉચિત એવા સંયમ સ્થાનોમાં વર્તન સાથે આલોક, પરલોક, જીવન - મરણ વિશે સ્મૃતિવાળા બનવાનું આચાર્ય શ્રી ફરમાવે છે.૭
૫.૧૪ મરણકાળ જાણવાનાં ઉપાયો
મોક્ષ માટે યત્ન કરતા યોગીએ અંત સમયે કઈ રીતે અનશન કરવું જોઈએ કે જેથી ઉત્તર ભવમાં પણ યોગમાર્ગની પ્રવૃત્તિ અસ્ખલિત પ્રાપ્ત થાય તે જણાવતાં આચાર્યશ્રી કહે છે કે, “પરિશુધ્ધ ચિત્તરત્ન છે જેનું તે આત્મા અંતકાળે પણ મરણનો કાળ નજીક છે. - એમ જાણીને વિશુધ્ધ એવા અનશનની વિધિથી શરીરનો ત્યાગ કરે છે.”
અતિશય શુધ્ધ છે, સામાયિક રત્ન જેનું એવા મહાયોગી નીચેના ચિહ્નોથી મરણને નજીક આવેલું જાણીને તીર્થંકર ભગવંતોની આજ્ઞાપાલન પૂર્વક અને આજ્ઞા પ્રત્યેના અતિશય બહુમાનથી ભરેલી શુભલેશ્યા દ્વારા તથા વિશુધ્ધ એવી અનશનવિધિ આદરવાપૂર્વક દેહત્યાગ કરે છે.૨૮
89